
પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.)બગવદર ગામના ચાર રસ્તા નજીક પોરબંદર-ખંભાળિયા રોડ પર ટ્રકની ટક્કરે બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવમાં બંને યુવકોના પગ ભાંગી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે બગવદર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, બગવદર ચાર રસ્તા નજીક શિવશક્તિ પાનની દુકાન સામેટ્રક નં. GJ-25-T-5655ના ટ્રકચાલક દેગામના આશદે ઓડેદરાએ આગળ જઈ રહેલી બાઈક નં. GJ25-AF-5520ને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.ટક્કરથી બાઇકમાં સવાર નવઘણ જલાભાઈ ઓડેદરા રહે.બગવદર અને સાહેદ રણમલ નાથાભાઈ ઓડેદરા રસ્તા પર પટકાયા હતા.ત્યારબાદ ટ્રકનું ટાયર બંનેના પગ ઉપર ફરી વળતા ફ્રેક્ચર થયું હતું.ઈજાગ્રસ્ત બનેલ બન્નેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . બનાવ અંગે બગવદર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya