
સુરત, 08 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ તા. 9થી 11 ઓક્ટોબર, 2026 દરમિયાન સુરત શહેર અને જિલ્લાની મુલાકાતે આવશે. પ્રવાસ દરમિયાન તેઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો, ઉદ્યોગકારો, યુવા સાહસિકો, સ્ટાર્ટઅપ અને રોકાણકારો સાથે બેઠક તથા સંવાદ કરશે.
9 ઓક્ટોબરના રોજ સવારે 9:30થી 11:00 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે યાર્ન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકો સાથે બેઠક યોજાશે.
ત્યારબાદ સવારે 11:30થી બપોરે 2:30 વાગ્યા સુધી સરસાણા સ્થિત એસજીસીસીઆઈ હોલ ખાતે ‘વિકાસ વિમર્શ’ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં પીએલઆઈ અને એમએમએફ ઉદ્યોગ અંગે સંવાદ તેમજ યુવા સાહસિકો અને સ્ટાર્ટઅપ સાથે ચર્ચા કરશે.
બપોરે 3:00થી 3:30 વાગ્યા સુધી ફોસ્ટા તથા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લેશે. સાંજે 4:00થી 7:00 વાગ્યા સુધી હોટેલ મેરિયટ ખાતે મંત્રાના 50મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
10 ઓક્ટોબરના રોજ સવારે 10:00થી બપોરે 2:15 વાગ્યા સુધી વિવિધ ટેક્સટાઇલ ઔદ્યોગિક એકમોની મુલાકાત લેશે. જેમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સરોજ ટેક્સની શિફલી એમ્બ્રોઇડરી યુનિટ, હટિયાળા-હોજીવાલા એસ્ટેટ ખાતે ગોકુલ આનંદની યાર્ન સ્પિનિંગ યુનિટ, પલસાણા સ્થિત કોટૅક્સ લિનેનની લિનેન વીવિંગ યુનિટ, અલ્ટ્રા ડેનિમ લિમિટેડની એર-જેટ લૂમ્સ તથા ગાર્મેન્ટ યુનિટ અને પલસાણા ટેક્સટાઇલ પાર્ક ખાતે આદિત્ય ટેક્સટાઇલ સોલ્યુશન્સની હોમ ટેક્સટાઇલ તથા વોટર-જેટ યુનિટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સચિન જીઆઈડીસી ખાતે સ્ટીમ હાઉસ કોમન બોઇલર અને હીટ રિકવરી યુનિટની પણ મુલાકાત લેશે. બપોરે 3:30થી 4:30 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્રા પાર્ક અંગે રોકાણકારો સાથે બેઠક કરશે.
તા. 11 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી દિલ્હી જવા રવાના થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે