પોરબંદરમાં સતત 13મા વર્ષે ‘વેલકમ નવરાત્રી 2026
પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમાં સતત 13મા વર્ષે ‘વેલકમ નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. રોટરેક્ટ ક્લબ પોરબંદર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર અને રઘુવંશી એકતા પોરબંદરના સંયુક્ત ઉપક્રમે 10 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે લીઓ રમઝટ, ચો
પોરબંદરમાં સતત 13મા વર્ષે ‘વેલકમ નવરાત્રી 2026


પોરબંદર , 08 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમાં સતત 13મા વર્ષે ‘વેલકમ નવરાત્રી 2026’નું આયોજન કરવામાં

આવ્યું છે. રોટરેક્ટ ક્લબ પોરબંદર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર અને રઘુવંશી એકતા પોરબંદરના સંયુક્ત ઉપક્રમે 10 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે લીઓ રમઝટ, ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે. ઓર્કેસ્ટ્રા ઝંકારના

સથવારે યોજાનારા કાર્યક્રમમાં શહેરના ખેલૈયાઓ ગરબાની રમઝટ સાથે પોતાની કલા અને સ્ટેમિના રજૂ કરશે. આયોજકોના જણાવ્યા મુજબ, ખેલૈયાઓની ક્ષમતા અને ઉત્સાહને પ્રોત્સાહન આપવા તટસ્થ નિર્ણય

સાથે વિવિધ ઇનામો પણ રાખવામાં

આવ્યા છે. કાર્યક્રમના પાસ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, જયકુળદેવી વોટર સોલ્યુશન અને જશ ધ હોમ

શોપ ખાતેથી મેળવી શકાશે.કાર્યક્રમને

લઈને આયોજકો ચિરાગ કારિયા,

કેતન કોટિયા અને હિતેશ કારિયા સહિત ત્રણેય સંસ્થાઓ દ્વારા

પોરબંદરના ખેલૈયાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande