પોરબંદર નજીકના મોચા ખાતે રૂ.100 કરોડનો મરીન બાયોટેક કોરિડોર બનેશે
પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના મોચા ખાતે અંદાજે રૂ.100 કરોડના ખર્ચે 30 એકરમાં મરીન બાયોટેકનોલોજી કોરિડોર વિકસાવવાની મહત્વપૂર્ણ યોજના આકાર લઈ રહી છે. પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના પ્રયાસોથી આ પ્ર
પોરબંદર નજીકના મોચા ખાતે રૂ.100 કરોડનો મરીન બાયોટેક કોરિડોર બનેશે


પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના મોચા ખાતે અંદાજે રૂ.100 કરોડના ખર્ચે 30 એકરમાં મરીન બાયોટેકનોલોજી કોરિડોર વિકસાવવાની મહત્વપૂર્ણ યોજના આકાર લઈ રહી છે. પોરબંદરના ધારાસભ્ય

અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના

પ્રયાસોથી આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવી રહ્યો

છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 30 એકર માંથી 10 એકરમાં રિસર્ચ કેમ્પસ અને 20 એકરમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ માટે 9 ઓક્ટોબરે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI વચ્ચે M-BRICની સ્થાપના માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવનાર છે.પ્રોજેક્ટના પ્રથમ પાંચ વર્ષમાં આશરે 1,000થી 1,500 લોકોને તાલીમ આપવામાં આવશે. સાથે જ મોચા ખાતે આકાર લઈ રહેલું M-BRIC પ્રોજેક્ટ દરિયાઈ સંશોધન, બાયોટેકનોલોજી, બાયોમેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને દરિયાકાંઠાના આજીવિકાના સાધનો સાથે

જોડાશે.

મરીન બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળવાથી

પોરબંદરમાંનવા રોજગાર અને ઉદ્યોગોની તકો ઊભી

થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાઈ સંપદાનો વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપયોગ

વધારવામાં આપ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande