રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધનો બિમારીઓથી કંટાળી એસિડ પી આપઘાત
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના નાનામવા રોડ પર ન્યુ ગાંધી સ્કૂલ સામે આવેલ લેન્ડમાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૧માં રહેતા ૬૫ વર્ષીય વાલજીભાઈ રાઘવજીભાઈ બોદરે અનેક શારીરિક બિમારીઓથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છ
ઝેરી દવા


રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના નાનામવા રોડ પર ન્યુ ગાંધી સ્કૂલ સામે આવેલ લેન્ડમાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૧માં રહેતા ૬૫ વર્ષીય વાલજીભાઈ રાઘવજીભાઈ બોદરે અનેક શારીરિક બિમારીઓથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાલજીભાઈને લાંબા સમયથી અલગ-અલગ ગંભીર બિમારીઓ લાગુ પડી હતી અને તેમણે પાંચેક વખત વિવિધ શસ્ત્રક્રિયાઓ (સર્જરી) પણ કરાવી હતી. સતત દવા-સારવાર કરાવવા છતાં કોઈ રાહત ન મળતા તેઓ ભારે માનસિક તણાવમાં રહેતા હતા.

પત્નીના અવસાન બાદ તેઓ નાના દીકરા અને વહુ સાથે રહેતા હતા. બનાવના દિવસે પરિવારજનો મોટા ભાઈના ઘરે ગયા હતા ત્યારે એકલતાનો લાભ ઉઠાવી વાલજીભાઈએ એસિડ પી લીધું હતું. તેમને તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. તાલુકા પોલીસે હોસ્પિટલ ચોકીની જાણના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande