ગાંધીનગરના કુડાસણની પીજીમાં એબીવીપી ની અચાનક તપાસ, એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થો હોવાનો આક્ષેપ
ગાંધીનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આલ્ફા ગર્લ્સ અને બોયઝ PGમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન PGમાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનન
ગાંધીનગરના કુડાસણની પીજીમાં એબીવીપી ની અચાનક તપાસ, એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થો હોવાનો આક્ષેપ


ગાંધીનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આલ્ફા ગર્લ્સ અને બોયઝ PGમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન PGમાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે સવાલો ઊઠાવવામાં આવ્યા હતા.

ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે PGમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને કેટલાક ખાદ્ય પદાર્થો એક્સપાયર થયેલા હોવાની શક્યતા સામે આવી છે. આ મુદ્દે વિદ્યાર્થીઓના આરોગ્ય અને તેમને આપવામાં આવતી સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

PGમાં રહેતા વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે જરૂરી છે. ત્યારે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને PG સંચાલકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande