કળસાર નજીક પૌરાણિક ખારા વાળા હનુમાનજી મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામ નજીક પૌરાણિક ખારા વાળા હનુમાનજી મંદિર આવેલું છે. અંદાજે 5000 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવતા આ મંદિર સાથે પાંડવકાલીન લોકવાયકા જોડાયેલી છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્
ખારાવાળા હનુમાનજી


ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામ નજીક પૌરાણિક ખારા વાળા હનુમાનજી મંદિર આવેલું છે. અંદાજે 5000 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવતા આ મંદિર સાથે પાંડવકાલીન લોકવાયકા જોડાયેલી છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજીનાં દર્શન કરવા માટે આવે છે.

ભાવનગર જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલાં છે, જે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યાં છે. તે પૈકી ખારા વાળા હનુમાનજી મંદિરનું આગવું ધાર્મિક મહત્વ છે. અહીં ભક્તો હનુમાનજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરે છે અને માનસિક શાંતિનો અનુભવ કરે છે. ખાસ કરીને તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ મંદિરમાં દર્શનાર્થીઓની અવરજવર વધે છે.

મંદિરમાં દરરોજ નિયમિત રીતે પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે. મંદિરના મહંત બહાદુરગીરીબાપુ છેલ્લા 17 વર્ષથી અહીં રહીને હનુમાનજીની સેવા-પૂજા કરી રહ્યા છે.

મહંત બહાદુરગીરીબાપુએ જણાવ્યું હતું કે, ખારા વાળા હનુમાનજી મંદિર પૌરાણિક મંદિર છે અને આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે. લોકો પોતાની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવે છે. મંદિર 5000 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. અહીં પાંડવકાલીન લોકવાયકા પણ પ્રચલિત છે. વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande