
પોરબંદર , 09 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના
છાયા વિસ્તારમાં આવેલા જય
અંબેનગરમાં જૂની અદાવતને લઈને
એક પરિવાર સાથે મારામારી થયાની
ફરિયાદ કમલાબાગ પોલી સસ્ટેશનમાં
નોંધાઈ છે. આ બનાવમાં યુવકને
લાકડાના ધોકાથી માર માર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ છાયા જય અંબેનગરમાં કેનાલ પાસે રહેતા કિશનભાઈ નાથાભાઈ કારાવદરાના ઘરે આરોપી પ્રતાપ ઉર્ફે રાજુ દેવશીભાઈ ગોરાણીયા અને વેજીબેન દેવશીભાઈ ગોરાણીયાધસી આવ્યા હતા અને અગાઉના મનદુઃખને લઈને ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં વેજીબેને પણ પરિવારના સભ્યોને અપશબ્દો કહ્યાનો આક્ષેપ છે. ત્યારબાદ પ્રતાપ ઉર્ફે રાજુએ ફરિયાદીના માતા-પિતા, મોટા ભાઈ અને પત્નીને ઢીકા પાટુનો માર મારી શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીને લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ મામલે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya