



પોરબંદર , 09 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર
એસ.ટી. બસ સ્ટેશન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ટી. ડેપોના સંયુક્ત ઉપક્રમે સાયબર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નાટ્ય પ્રસ્તુતિ દ્વારા મુસાફરો
અને એસ.ટી. કર્મચારીઓને ઓનલાઈન છેતરપિંડીની વિવિધ પદ્ધતિઓ અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં OTP, UPI PIN, ATM કાર્ડની વિગતો, CVV અને બેંકિંગ પાસવર્ડ કોઈની સાથે શેરન કરવા સૂચના અપાઈ હતી.અજાણી લિંક પર ક્લિક ન કરવું, શંકાસ્પદ એપ ડાઉનલોડ ન કરવીતેમજ નાણાં મેળવવાના બહાને કોઈના કહેવાથી QR કોડ સ્કેન ન કરવા સમજાવવામાં આવ્યું હતું. KYC અપડેટ, લોટરી, નોકરી, લોન અને વધુ વળતરની લાલચ આપતા સંદેશાઓથી સાવચેત રહેવા પણ અપીલ કરાઈ હતી.સાયબર ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.એસ.એમ. કણઝરીયા અને તેમની ટીમે સાયબર છેતરપિંડી થાય તો વિલંબ કર્યાવિના હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા તથા સંબંધિત બેંકને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.કાર્યક્રમમાં પોલીસ કોન્સ્ટેબલ લખમણ પીઠીયા, આઈ.ટી. નિષ્ણાત બ્રિજરાજસિંહ જાડેજા, ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી, એ.ટી.આઈ.આર.આર. ઓડેદરા સહિતના કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya