રાજકોટમાં 14 વર્ષની સગીરા પર પાડોશી નેપાળી શખ્સનું પત્નીની હાજરીમાં દુષ્કર્મ : ગુનો નોંધાયો
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના જામનગર રોડ પર માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં મૂળ નેપાળના પાડોશી દંપતીએ ૧૪ વર્ષની માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા વતનમાં ગયા હોવાનો ગેર
દૂષ્કર્મ ની ઘટના


રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના જામનગર રોડ પર માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં મૂળ નેપાળના પાડોશી દંપતીએ ૧૪ વર્ષની માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા વતનમાં ગયા હોવાનો ગેરલાભ ઉઠાવી આચરવામાં આવેલા આ અમાનુષી કૃત્યમાં પત્નીની પણ પૂર્ણ સંડોવણી બહાર આવી છે.

આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, જામનગર રોડ પર ભોમેશ્વર વિસ્તારમાં રહેતા નેપાળી દંપતી મહેશસિંગ અને તેની પત્ની મંજુ સાથે સગીરાના પરિવારને પાડોશી તરીકેના સંબંધો હતા. ગત જુલાઈ માસ દરમિયાન સગીરાના માતા-પિતા કોઈ કામ સબબ વતનમાં ગયા હતા, ત્યારે પત્ની મંજુએ કાવતરું ઘડી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. પત્નીની હાજરીમાં જ મહેશસિંગે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ સમયગાળા દરમિયાન મંજુ અવારનવાર સગીરાને ઘરે બોલાવતી અને મહેશસિંગ પત્નીની નજર સામે જ માસૂમનું શીયળ લૂંટતો હતો.

દંપતીની નરાધમતા આટલેથી જ ન અટકતા, તેઓએ સગીરાનું કારમાં અપહરણ પણ કર્યું હતું. કાર ચલાવતી વખતે આરોપી મહેશસિંગે સગીરાને પોતાના ખોળામાં બેસાડીને બીભત્સ અડપલાં કર્યા હતા. આ નિર્લજ્જ કૃત્ય સમયે પત્ની મંજુ કારની પાછળની સીટમાં બેસીને પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરી રહી હતી. પોતાના જ વતનના પાડોશી પર વિશ્વાસ મૂકનાર પરિવારની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી દંપતીએ નરાધમતાની તમામ સરહદો વટાવી દીધી હતી.

આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપી મહેશસિંગ અને તેની પત્ની મંજુ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મંજુ રિસાઈને મધ્યપ્રદેશ સ્થિત પોતાના માવતરે જતી રહી હતી અને પતિથી બદલો લેવાના ઈરાદાથી તેણે સગીરાના ભાઈને ફોન કર્યો હતો. મંજુએ સગીરાના ભાઈને તેના પતિ દ્વારા કરાયેલી જાતીય સતામણીનો વિડીયો મોકલી આપતા સમગ્ર કાળો કારનામો પ્રકાશમાં આવ્યો હતો.

મોબાઈલમાં વિડીયો જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી તમામ આપવીતી રડીને વર્ણવી હતી. બનાવ અંગે પરિવારે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દંપતી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande