

પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરની
આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી
માધ્યમની વિદ્યાર્થીનીઓ એએસજીએફઆઈ
(સ્કૂલ ગેમ્સ ફેડરેશનઓફ
ઇન્ડિયા) અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુરાશ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.અંડર-14, અંડર-17 અને અંડર-19 વિભાગમાં કુલ 13 વિદ્યાર્થીનીઓએ વિવિધ વજન વર્ગમાં સ્થાન મેળવ્યું હતું. જેમાં આઠ વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાને રહી હતી. તમામ વિજેતા વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ છે. અંડર-14 વિભાગમાં બંસી મોઢવાડિયા (32 કિલો), જલવંતી ચાવડા (40 કિલો), દિશાલી કેશવાલા (48 કિલો) અને ખનક ભુવા (52 કિલો) દ્વિતીય સ્થાને રહી હતી. અંડર-17 વિભાગમાં ન્યાસા રાતીયા (36 કિલો), પ્રિયલ મોઢવાડિયા (44 કિલો), દિયા લાલ (48 કિલો)અને હેતલ ઓડેદરા (52 કિલો) પ્રથમ સ્થાને રહી હતી. પાયલ ગોઠાણીયા (40 કિલો) દ્વિતીય સ્થાને રહી હતી.અંડર-19 વિભાગમાં વિભૂતિ રાતીયા (40 કિલો), ખુશી ગોરાણિયા (57 કિલો) અને વિશ્વા ગોઢાણિયા (70 કિલો) પ્રથમ સ્થાને રહી હતી. શાળા દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે રમતગમતમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે. સ્પોર્ટ્સ કોચ ઊર્મિલાબેન ખરા માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આ સિદ્ધિ મેળવી હતી.વિદ્યાર્થીનીઓની સફળતા બદલ ટ્રસ્ટી જુહીબેન ચાવલા મહેતા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા,
સેક્રેટરી સુરેશ કોઠારી અને યોગેશ શાહે અભિનંદન પાઠવ્યાં હતાં.આચાર્ય ડો. રંજના મજીઠિયાએ આ સિદ્ધિને ગુરુકુલ પરિવાર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya