સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા ખાતે ભરતી મેળો યોજાશે
ગીર સોમનાથ 9 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા રોજગાર કચેરી અને સરકારી આઈ.ટી.આઈ. ગીર ગઢડા દ્વારા તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા તા. ગીર ગઢડા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં રાધિકા એન્ટરપ્રાઈઝ- ભ
સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા ખાતે ભરતી મેળો યોજાશે


ગીર સોમનાથ 9 ઓક્ટોબર (હિ.સ.)

જિલ્લા રોજગાર કચેરી અને સરકારી આઈ.ટી.આઈ. ગીર ગઢડા દ્વારા તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા તા. ગીર ગઢડા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં રાધિકા એન્ટરપ્રાઈઝ- ભુજ (BKT ટાયર) તેમજ સ્કીલ સોર્સ લર્નિંગ ( મારુતિ સુઝુકી ), બહુચરાજી (અમદાવાદ) વગેરે એકમો ઉપસ્થિત રહેશે. જેમના પ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદામાં આવતા હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારો સ્વખર્ચે ઉપસ્થિત રહી શકે છે. આ ભરતી મેળામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ આધાર કાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એમ જિલ્લા રોજગાર કચેરીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande