રાજ્યસભાના સાંસદ માનસિંહ એમ. પરમાર રજૂઆત કોડીનાર-સુત્રાપાડા આઈ ટી આઈમાં કેમિકલ પ્લાન્ટ ઓપરેટર ટ્રેડ શરૂ કરવા માંગણી
સોમનાથ,09 ઓક્ટોબર (હિ.સ.) કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાત અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકોને ધ્યાને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કોડીનાર-સુત્રાપાડા વિસ્તારમાં આવેલા કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાત અને સ્થાનિક યુવાનોને રોજગારની તકો મળી રહ
રાજ્યસભાના સાંસદ માનસિંહ એમ. પરમાર રજૂઆત કોડીનાર-સુત્રાપાડા આઈ ટી આઈમાં


સોમનાથ,09 ઓક્ટોબર (હિ.સ.) કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાત અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકોને ધ્યાને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કોડીનાર-સુત્રાપાડા વિસ્તારમાં આવેલા કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાત અને સ્થાનિક યુવાનોને રોજગારની તકો મળી રહે તે હેતુથી સરકારી આઈ.ટી.આઈ. કોડીનાર અથવા સુત્રાપાડા ખાતે એઓસીપી (એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ) ટ્રેડ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતના અનુસંધાને શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જરૂરી કાર્યવાહી માટે રજૂઆત સચિવ, શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરને મોકલી છે.

મંત્રી દ્વારા રાજ્યસભાના સાંસદ માનસિંહ એમ. પરમારને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે કોડીનાર-સુત્રાપાડા વિસ્તારની કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ સ્થાનિક યુવાનોને કોશલ્ય તાલીમ મળી રહે અને રોજગારની તકો ઊભી થાય તે દિશામાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

આ રજૂઆતથી કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારના યુવાનોને કેમિકલ ક્ષેત્રમાં તાલીમ મેળવી રોજગાર મેળવવાની તક ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande