તાંતીવેલા ખાતે ખેડૂતોને મોર્ડન કોકોનેટ ફાર્મિંગનું મહત્વ સમજાવાયું કૃષિ અધિકારીઓએ નારિયેળીનું સંવર્ધન, બીજની પસંદગી, જંતુ અને રોગ વ્યવસ્થાપન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
ગીર સોમનાથ 9 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન માટે નારિયેળી અનુકૂળ ફળ પાક છે. જિલ્લામાં નારિયેળીની ખેતી માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. જિલ્લાના ખેડૂતો માટે મોર્ડન કોકોનેટ ફાર્મિંગ ઉપયોગી અને મૂલ્યવર્ધિત સાબિત થાય
તાંતીવેલા ખાતે ખેડૂતોને મોર્ડન કોકોનેટ


ગીર સોમનાથ 9 ઓક્ટોબર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન માટે નારિયેળી અનુકૂળ ફળ પાક છે. જિલ્લામાં નારિયેળીની ખેતી માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. જિલ્લાના ખેડૂતો માટે મોર્ડન કોકોનેટ ફાર્મિંગ ઉપયોગી અને મૂલ્યવર્ધિત સાબિત થાય એમ છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતની પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવાનો છે.

નાળિયેરીની ખેતીમાંથી નાળિયેર ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગથી વધારાની બાય પ્રોડક્ટ જિલ્લાના ખેડૂતો માટે પૂરક આવકનો એક ઉત્તમ સ્ત્રોત બની રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના તાંતીવેલા ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ નર્સરી અને સિંદરી ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી.

પ્રકૃતિના સાન્નિધ્યમાં નાળિયેરની ખેતીની તકોને સમજવા માટે ઉપયોગી આ મુલાકાત દરમિયાન કોકોનટ બોર્ડના અધિકારીઓ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કોકોનેટ બોર્ડ અને કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને નાળિયેર ઉત્પાદનમાં ઓર્ગેનિક ખાતરના ઉપયોગ, જમીનની યોગ્ય પસંદગી, ટપક-સિંચાઈ પદ્ધતિ, નારિયેળની નવી સંશોધિત જાતો, જંતુ અને રોગ વ્યવસ્થાપન તથા નારિયેળ તેમજ વર્મીકમ્પોસ્ટ સહિત તેના પૂરક ઉત્પાદનમાંથી વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, નારિયેળનાં છોતરાંમાંથી મેળવવામાં આવતા રેસા (કોકોનટ ફાઇબર) દ્વારા ઉત્પાદિત વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની માહિતી અને નર્સરી, ખેતી અને છોડના ઉછેરમાં ઉપયોગી એવા 'કોકો પીટ' (Coco Peat) તેમજ નારિયળના છોતરામાંથી બનતી કોઈર (દોરડાં/સિંદરી) ના ઉત્પાદન એકમની મુલાકાત લઈ મહાનુભાવોએ ઉત્પાદન પ્રક્રિયા અને ઉપયોગિતા વિશે જાણકારી મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande