જૂનાગઢ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની સામાન્ય સભાની બેઠક યોજાઈ
જુનાગઢ,09 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ની સામાન્ય સભાની બેઠક અધ્યક્ષ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તથા સહ કલેક્ટર જૂનાગઢના યોગેશ ચૈાધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જિ
જૂનાગઢ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની સામાન્ય સભાની બેઠક


જુનાગઢ,09 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ની સામાન્ય સભાની બેઠક અધ્યક્ષ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તથા સહ કલેક્ટર જૂનાગઢના યોગેશ ચૈાધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ પશુપાલન નિયામક તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન નાયબ પશુપાલન નિયામક દ્વારા સમિતિના સભ્યોને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ના હેતુઓ અને ઉદ્દેશો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સોસાયટી દ્વારા આજદિન સુધી કરવામાં આવેલી કામગીરી તથા લેવામાં આવેલ પગલાં અંગે પણ સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી જૂનાગઢ અને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) નિયમો, 2017 મુજબ પશુઓની તાલુકા/જિલ્લા બહાર થતી હેરફેર માટે જરૂરી મંજૂરી અંગેની જોગવાઈઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પશુઓની ગુજરાત રાજયની અંદર હેરફેર કરતા પહેલા સક્ષમ સત્તાધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવવી તેમજ આર.ટી.ઓ.માન્ય વાહનમાં જ પરિવહન કરવું ફરજિયાત હોઈ, પશુપાલકોને પશુઓની હેરફેર કરતા પહેલાં નિયમોનુસાર સક્ષમ સતાધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવીને માન્ય વાહનમાં જ પશુઓનું હેરફેર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પશુઓની ગુજરાત રાજયની અંદર હેરફેર અંગેની મંજૂરી માટેની નિયમોનુસાર સત્તા ધરાવતા અધિકારીઓમાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ચીફ ઓફિસર પશુચિકિત્સા અધિકારીતથા મહાનગરપાલિકાના મદદનીશ કમિશનર/નાયબ કમિશનરનો સમાવેશ થાય છે.

આ બેઠક દરમિયાન અધ્યક્ષની સુચના મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશીય પશુઓની હેરાફેરી થતી જણાય અથવા પ્રાણી અત્યાચારના બનાવો ધ્યાને આવેતો તાત્કાલિક જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૯૫૧૨૨ ૧૧૧૦૦ પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પ્રાણી કલ્યાણ, પશુઓ સાથે થતી ક્રૂરતા અટકાવવા તેમજ સંબંધિત કાયદા અને નિયમોનું અસરકારક અમલીકરણ થાય તે માટે તમામ સંબંધિત વિભાગો અને નાગરિકોના સહકારની આવશ્યકતા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande