વાંસના ટુકડા અને માટીના ગરબામાંથી હજારો પક્ષીઓ માટે માળા તૈયાર કર્યાં
મહેસાણા, 09 ઓક્ટોબર (હિ.સ.) : નકામી ગણાતી વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને પક્ષીઓના સંરક્ષણ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના વિચાર સાથે તેઓ વાંસના કાપેલા ટુકડા અને માતાજીની પૂજામાં ઉપયોગમાં લેવાતા
વાંસના ટુકડા અને માટીના ગરબામાંથી હજારો પક્ષીઓ માટે માળા તૈયાર કર્યાં


મહેસાણા, 09 ઓક્ટોબર (હિ.સ.) : નકામી ગણાતી વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને પક્ષીઓના સંરક્ષણ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના વિચાર સાથે તેઓ વાંસના કાપેલા ટુકડા અને માતાજીની પૂજામાં ઉપયોગમાં લેવાતા માટીના ગરબાનો પુનઃઉપયોગ કરીને હજારો પક્ષીઓ માટે માળા તૈયાર કરી રહ્યા છે.

સામાન્ય રીતે ઉપયોગ બાદ નકામી ગણાતી વાંસની ડાળીઓ અને ટુકડાઓને યોગ્ય આકાર આપીને પક્ષીઓ માટે માળા બનાવવામાં આવે છે. આ ઉપરાંત પૂજામાં વપરાયેલા માટીના ગરબાને એકત્ર કરીને તેનો ઉપયોગ પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે કરવામાં આવે છે.

તૈયાર કરાયેલા માળાઓને ઊંચી અને સુરક્ષિત જગ્યાએ લગાવવામાં આવે છે, જેથી બિલાડી, સાપ સહિતનાં અન્ય પ્રાણીઓથી પક્ષીઓ અને તેમનાં બચ્ચાંનું રક્ષણ થઈ શકે. સાથે જ વરસાદ, તડકો અને પવનથી શક્ય તેટલું રક્ષણ મળે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

જીતુભાઈનો આ પ્રયાસ કચરાના પુનઃઉપયોગની સાથે પક્ષીઓના સંરક્ષણનો સંદેશ પણ આપે છે. ઉપયોગમાં ન આવતી વસ્તુઓને ફેંકી દેવાને બદલે કુદરતના હિતમાં ઉપયોગી બનાવી શકાય છે, તેનું આ કાર્ય ઉદાહરણ પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande