મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે 4 દિવસ ખાસ ઝુંબેશ, મતદાન મથકો પર BLO હાજર રહેશે
મહેસાણા, 09 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં મતદાર યાદીની સુધારણા અને નવા મતદારોની નોંધણી માટે 11, 18 અને 25 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ ચારેય દિવસ દરમિયાન જિલ્લાના તમામ મતદાન મથકો પર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂ
મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે 4 દિવસ ખાસ ઝુંબેશ, મતદાન મથકો પર BLO હાજર રહેશે


મહેસાણા, 09 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં મતદાર યાદીની સુધારણા અને નવા મતદારોની નોંધણી માટે 11, 18 અને 25 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ ચારેય દિવસ દરમિયાન જિલ્લાના તમામ મતદાન મથકો પર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહી મતદારોને જરૂરી કામગીરીમાં મદદ કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષિલ મીણાના જણાવ્યા મુજબ, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો હેતુ લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધવા તેમજ હયાત યાદીમાં જરૂરી સુધારા કરાવવાનો છે.

ઝુંબેશ દરમિયાન નવા મતદારોનાં નામ ઉમેરવા, મતદાર યાદીમાં વિગતો સુધારવા અને નોંધણીથી બાકી રહી ગયેલા લાયક નાગરિકોની નોંધણી સહિતની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને 18થી 19 વર્ષની વયના યુવાનોને પ્રથમ વખત મતદાર તરીકે નામ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે.

નાગરિકો પોતાના વિસ્તારના મતદાન મથક પર જઈને સંબંધિત BLOનો સંપર્ક કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ યુવાનો સહિત તમામ લાયક નાગરિકોને આ ઝુંબેશનો લાભ લઈ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાયેલું છે કે નહીં તેની ખાતરી કરવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande