ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેનની ટ્રાયલ દરમિયાન ટેકનિકલ ખામી
ગાંધીનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. મેટ્રોની નિયમિત સેવા શરૂ થાય તે પહેલાં કરવામાં આવતી નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન આ સમસ્યા સર
ફાઈલ ફોટો: મેટ્રો


ગાંધીનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. મેટ્રોની નિયમિત સેવા શરૂ થાય તે પહેલાં કરવામાં આવતી નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન આ સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન નજીક ટ્રાયલ માટે દોડાવવામાં આવેલી ખાલી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન પર જ્યારે મેટ્રો ટ્રેનનું પરીક્ષણ ચાલી રહ્યું હતું, ત્યારે અંદાજે 15 મિનિટ સુધી સિસ્ટમમાં ટેકનિકલ ગ્લિચ જોવા મળ્યો હતો. સિસ્ટમ યોગ્ય રીતે પ્રતિસાદ ન આપતી હોવાનું જણાતાં મેટ્રો ટેકનિકલ ટીમે તુરંત જ ટ્રાયલ રનની કામગીરી અટકાવી દીધી હતી.

ઘટનાની જાણ થતાં જ મેટ્રોની ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમ દ્વારા અસરગ્રસ્ત ટ્રેન તથા ટ્રેકનું નિરીક્ષણ અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande