
નાગાંવ (આસામ), 09 ઓક્ટોબર (હિ.સ.) : દેશમાં આજે ચાર વિધાનસભા અને એક લોકસભા સીટ માટેની મતગણતરી શરૂ થઈ છે. આજે સવારે આસામના નાગાંવ લોકસભા પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતના વલણોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચની સત્તાવાર માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર દેવાશીષ શર્માને 4761 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર શિબામોની બોરા 1385 મત સાથે બીજા ક્રમે રહ્યા હતા. એ. આઇ. યુ. ડી. એફ. ના ઉમેદવાર મૌલાના બદરૂદ્દીન અજમલ 981 મત સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. નોટામાં કુલ 127 મત પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાગાંવ લોકસભા પેટાચૂંટણી માટે 6 ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એઆઇયુડીએફ સહિત કુલ 15 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/અરવિંદ રાય/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ