વ્યાજ ખોરીના વિષચક્ર માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.
પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરીના દુષણ સામે ઝુંબેશ અને જરૂરિયાતમંદોને બેન્ક લોનના મંજૂરીપત્રો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો ઊંચા વ્યાજે નાણાં મેળવી વ્યાજના વિષચક્રમા
વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

વ્યાજ ખોરીના વિષચક્ર  માંથી મુક્તિ અપાવવા પોલીસની પહેલ.

પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર

પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરીના

દુષણ સામે ઝુંબેશ અને જરૂરિયાતમંદોને બેન્ક લોનના મંજૂરીપત્રો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો ઊંચા વ્યાજે નાણાં મેળવી વ્યાજના વિષચક્રમાં ફસાઈ ન જાય અને પોતાના વ્યવસાય માટે બેન્ક મારફતે લોન મેળવી શકે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી ઋતુ રાબા, પોરબંદરના મેયર સાગરમોદી અને ડેપ્યુટી મેયર મનીષ શિયાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રસંગે જરૂરિયાતમંદ લાભાર્થીઓને બેન્ક લોનના

મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પહેલનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડીને સ્વરોજગાર અને વ્યવસાય માટે નાણાકીય સહાય મેળવવામાં મદદ કરવાનો છે. બેન્ક મારફતે લોનની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોને ખાનગી ધિરાણદારો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાની મજબૂરીમાંથી રાહત મળી શકે છે.પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરી સામે જાગૃતિ ફેલાવવાની સાથે આર્થિક રીતે નબળા લોકોને વૈકલ્પિક નાણાકીય સહાય મળી રહે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande