

પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.) : સેવા
સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક નિયમોનું અસરકારક અમલીકરણ કરાવવા તથા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કેળવવાના હેતુસર વિવિધ
કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પોરબંદર શહેરની
ભાવસિંહજી હાઈસ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ
કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સૂચન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં
વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની પત્રિકાનું
પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી
હતી. સાથે જ પોતાના પરિવારજનો તેમજ આસપાસના લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા
માટે પ્રેરિત કરી માર્ગ સલામતીનો સંદેશ
પહોંચાડવા જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya