લઘુ ઉધ્યોગ ભારતીની રેલવે મંત્રીને રજૂઆતથી વડનગર વલસાડ ટ્રેનને મળ્યું અંકલેશ્વર સ્ટોપેજ
- મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનને ભરૂચ અથવા અંકલેશ્વર ખાતે સ્ટોપેજની પણ માંગણી સકારાત્મક લેવાશે. ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ અંકલેશ્વર વિસ્તાર માટે મહત્વપૂર્ણ રેલવે સ્ટોપેજની લાંબા સમયથી પેન્ડિંગ માંગણીને હવે સફળતા મળી છે. લઘુ ઉદ્યોગ ભારતીના પ
લઘુ ઉધ્યોગ ભારતીની રેલવે મંત્રીને રજૂઆતથી વડનગર વલસાડ ટ્રેનને મળ્યું અંકલેશ્વર સ્ટોપેજ


લઘુ ઉધ્યોગ ભારતીની રેલવે મંત્રીને રજૂઆતથી વડનગર વલસાડ ટ્રેનને મળ્યું અંકલેશ્વર સ્ટોપેજ


લઘુ ઉધ્યોગ ભારતીની રેલવે મંત્રીને રજૂઆતથી વડનગર વલસાડ ટ્રેનને મળ્યું અંકલેશ્વર સ્ટોપેજ


- મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનને ભરૂચ અથવા અંકલેશ્વર ખાતે સ્ટોપેજની પણ માંગણી સકારાત્મક લેવાશે.

ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ અંકલેશ્વર વિસ્તાર માટે મહત્વપૂર્ણ રેલવે સ્ટોપેજની લાંબા સમયથી પેન્ડિંગ માંગણીને હવે સફળતા મળી છે. લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિની 3 સપ્ટેમ્બરના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની બેઠક અને સતત અસરકારક પ્રયત્નોના પરિણામે વડનગર-વલસાડ ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

વડનગર વલસાડ ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને બળદેવ પ્રજાપતિએ દિલ્હી ખાતે કરેલ રજૂઆતનુ પરિણામ છે.ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ તથા સામાન્ય મુસાફરોની લાંબા સમયની માંગણી સંતોષાય તેવા સકારાત્મક એંધાણ મળી રહ્યા છે. મુંબઈ અમદાવાદ વંદે ભારતના સ્ટોપેજ અંગે રેલવે મંત્રાલય દ્વારા સાનુકૂળ અને હકારાત્મક નિર્ણય લેવાની પૂર્ણ આશા સેવાઈ રહી છે. આ સફળતા માટે બળદેવ પ્રજાપતિના સતત પ્રયત્નો તથા રેલવે મંત્રાલયના સકારાત્મક અભિગમને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ નિર્ણયથી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા સામાન્ય નાગરિકોને ખૂબ મોટી સુવિધા પ્રાપ્ત થશે.આ અંગેની સત્તાવાર માહિતી લઘુ ઉદ્યોગ ભારતી, ભરૂચ જિલ્લાના પ્રમુખ રમેશ ચોડવડીયા અને મહામંત્રી વિશિષ્ટ પટેલ દ્વારા સંયુક્ત યાદીમાં આપવામાં આવી હતી.

સાથે જ, મુંબઈ–અમદાવાદ વંદે ભારત ટ્રેનને ભરૂચ અથવા અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા અંગેની માંગણી પણ રેલવે મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં વંદે ભારતના સ્ટોપેજ અંગે પણ સકારાત્મક નિર્ણય થવાની આશા છે.

આ સમગ્ર સફળતા માટે બળદેવ પ્રજાપતિના સતત પ્રયત્નો તથા રેલવે મંત્રાલયના સકારાત્મક અભિગમને હાર્દિક અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.

આ નિર્ણયથી ભરૂચ–અંકલેશ્વર વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ તથા સામાન્ય મુસાફરોને મોટી સુવિધા મળશે.

આ માહિતી લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લો રમેશ ચોડવડીયા પ્રમુખ અને વિશિત પટેલ મહામંત્રીએ આપી હતી.

આ મહત્વપૂર્ણ રજૂઆત દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વજુ વઘાસીયા, રાષ્ટ્રીય સહ મહામંત્રી નરેશ પરીખ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશ્વર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande