અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ઝાડ ઉપર 16 વર્ષના કિશોરે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલા કબ્રસ્તાનની દિવાલ નજીક મોડી રાત્રે એક 16 વર્ષીય કિશોરે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જ
અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ઝાડ ઉપર 16 વર્ષના કિશોરે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ઝાડ ઉપર 16 વર્ષના કિશોરે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ઝાડ ઉપર 16 વર્ષના કિશોરે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ઝાડ ઉપર 16 વર્ષના કિશોરે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલા કબ્રસ્તાનની દિવાલ નજીક મોડી રાત્રે એક 16 વર્ષીય કિશોરે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં જ 112 ની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક શહેર એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે પ્રાથમિક વિગતોના આધારે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તપાસ દરમિયાન મૃતક કિશોરના ખિસ્સામાંથી આધાર કાર્ડ તેમજ તેના ભાઈ, ઘરવાળા અને મિત્રના હાથથી લખેલા કોન્ટેક્ટ નંબર મળી આવ્યા હતા. આધારકાર્ડના આધારે મૃતકની ઓળખ 16 વર્ષીય શિવા ભ્રમાનંદ કુશવાહ તરીકે થઈ છે. મૃતક મૂળ ઉત્તરપ્રદેશ કનોજ જિલ્લાના નેકપૂરનો વતની હતો અને હાલ અંકલેશ્વરના બોરભાઠા ગામ પાસે આવેલ તક્ષશિલા વિદ્યાલય આગળ રહેતો હતો.

ઘટના અંગે મૃતકના સંબંધી અભિયેશ રામવિલાસ બદલે કુશવાહ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સગીરે અડધી રાત્રે ઘર છોડી જાહેર માર્ગ પર જઇ આપઘાત કેમ કર્યો તે દિશામાં પોલીસે પરિજનો અને મિત્ર મંડળના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande