પોરબંદરમાં 74 ટકા મિલકત ધારકોએ કેશલેસ ભર્યો વેરો
પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની ચુકવણી સરળ બનાવવા શરૂ કરાયેલી ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળ્યો છે. 10 જુલાઈથી 7 ઓક્ટોબર, 2026 દરમિયાન મિલકત વેરાની કુલ ચુકવણી માંથી 74 ટકા રકમ કે
પોરબંદરમાં  74  ટકા મિલકત ધારકો એકેશલેસ  ભર્યો વેરો.


પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની ચુકવણી સરળ બનાવવા શરૂ કરાયેલી ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળ્યો છે. 10 જુલાઈથી 7 ઓક્ટોબર,

2026 દરમિયાન

મિલકત વેરાની કુલ ચુકવણી માંથી 74 ટકા રકમ કેશલેસ માધ્યમથી ભરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા 40 હજારથી વધુ મિલકત ધારકોને વેરાનાં બિલ

સીધાં વોટ્સએપ પર મોકલવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. મેયર સાગર મોદીના

માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ વ્યવસ્થાથી મિલકતધારકોને બિલ મેળવવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી જવાની જરૂરિયાત ઘટી છે. મોબાઇલમાં બિલ મળતાં નાગરિકો ક્યુઆર કોડ સ્કેન

કરીને અથવા અન્ય ડિજિટલ માધ્યમથી વેરો ભરી

શકે છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ, ઉલ્લેખિત સમયગાળામાં મિલકતધારકોએ આશરે રૂ. 10 કરોડનો વેરો ભર્યો હતો. તેમાંથી રૂ. 7.40 કરોડ કેશલેસ માધ્યમથી ચૂકવાયા હતા. જેમાં

રૂ. 4.70 કરોડ ક્યુઆર કોડ દ્વારા અને રૂ. 2.70 કરોડ ચેકથી ભરવામાં આવ્યા હતા. જ્યારે રૂ. 2.60 કરોડની ચુકવણી રોકડમાં થઈ હતી. આ આંકડા મુજબ

કુલ વેરાની ચુકવણીમાં કેશલેસ માધ્યમનો

હિસ્સો 74 ટકા રહ્યો હતો. બાકી વેરો ભરવાની મુદત 31 ઓક્ટોબર સુધી મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરા પર

90 ટકા વ્યાજમાફી યોજનાની મુદત 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર, 2026 કરવામાં આવીછે. બાકી વેરો ધરાવતા મિલકતધારકોને આ સમય મર્યાદામાં ચુકવણી કરીને યોજનાનો

લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

મુદત પૂર્ણ થયા બાદ બાકી વેરો નહીં

ભરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande