રાજકોટ એઈમ્સમાં કાલથી અદ્યતન કેન્સર સારવાર સુવિધાનો પ્રારંભ : માત્ર રૂ.750માં મળશે રેડિયોથેરાપી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે સેવાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્ર અને કચ્છના કેન્સરના દર્દીઓ માટે રાજકોટ સ્થિત એઈમ્સમાં અદ્યતન રેડિયોથેરાપી સારવાર સુવિધા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત
એઈમ્સ હોસ્પિટલ


- કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે સેવાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે.

રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્ર અને કચ્છના કેન્સરના દર્દીઓ માટે રાજકોટ સ્થિત એઈમ્સમાં અદ્યતન રેડિયોથેરાપી સારવાર સુવિધા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જ પ નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ પામનારી આ સેવા હેઠળ દર્દીઓને માત્ર રૂ.૭૫૦ના દરથી આધુનિક સારવાર મળશે. આ સુવિધાથી દર્દીઓને અન્ય મોટા શહેરો સુધી લંબાવવું નહીં પડે અને સમય તથા આર્થિક બચત થશે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી એઈમ્સ રાજકોટના રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં હાઈ એનર્જી લીનિયર એક્સિલરેટર, વાઈડ બોર સીટી સિમ્યુલેટર અને એચડીઆર બ્રેકીથેરાપી યુનિટ જેવા અદ્યતન મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મશીનોના માધ્યમથી આઈએમઆરટી, વીએમએટી, આઈજીઆરટી, એસઆરએસ અને એસબીઆરટી જેવી આધુનિક પદ્ધતિઓથી કેન્સરની ચોકસાઈપૂર્વક સારવાર કરી શકાશે, જેથી કેન્સરગ્રસ્ત ભાગ પર જ રેડિયેશન અપાશે અને આસપાસના સ્વસ્થ અંગોને નુકસાન થતું અટકાવી શકાશે.

આ ઉપરાંત એચડીઆર બ્રેકીથેરાપી દ્વારા ગર્ભાશયના મુખ, ગર્ભાશયના અંદરના ભાગ અને યોનિના કેટલાક પ્રકારના કેન્સરની સફળ સારવાર શક્ય બનશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેન્સરના દર્દીઓને અગાઉ સારવાર અર્થે અમદાવાદ, મુંબઈ કે અન્ય મોટા શહેરો તરફ જવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની આધુનિક સારવારનો ખર્ચ આશરે રૂ.૨.૫૦ લાખ સુધી થતો હોય છે, જ્યારે એઈમ્સ નવી દિલ્હીના દર મુજબ રાજકોટમાં માત્ર રૂ.૭૫૦માં સેવા પૂરી પાડવામાં આવશે. આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર દર્દીઓને નિયમાનુસાર વિનામૂલ્યે લાભ પણ મળશે.

નવા વિભાગમાં રેડિયોથેરાપીની સાથે કીમોથેરાપી અને સર્જિકલ ઓન્કોલોજી સહિતની તમામ સેવાઓનું સંકલન કરવામાં આવશે. વિવિધ રોગ નિષ્ણાતોની ટીમ દ્વારા દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરીને યોગ્ય સારવાર પદ્ધતિ નક્કી કરવામાં આવશે. એઈમ્સમાં શરૂ થઈ રહેલી આ નવી સુવિધાથી સામાન્ય દર્દીઓને આર્થિક રાહત મળવાની સાથે તબીબી વિદ્યાર્થીઓની તાલીમ અને કેન્સર ક્ષેત્રે થતા સંશોધનોને પણ મોટો વેગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande