દિલ્હીમાં કોંગ્રેસની રેલી આજે, રામલીલા મેદાન પહોંચવા લાગ્યા લોકો
નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.). દિલ્હીના રામલીલા મેદાનમાં આજે યોજાનારી કોંગ્રેસની રેલીમાં લોકોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. પોલીસ ઉપાયુક્ત (મધ્ય) રોહિત રાજબીરે જણાવ્યું કે, લોકો રામલીલા મેદાન પહોંચવા લાગ્યા છે. અમારી પણ સંપૂર્ણ તૈયારી છે. અમે રેલ
રામલીલા મેદાનનું દ્રશ્ય


નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.). દિલ્હીના રામલીલા મેદાનમાં આજે યોજાનારી કોંગ્રેસની રેલીમાં લોકોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. પોલીસ ઉપાયુક્ત (મધ્ય) રોહિત રાજબીરે જણાવ્યું કે, લોકો રામલીલા મેદાન પહોંચવા લાગ્યા છે. અમારી પણ સંપૂર્ણ તૈયારી છે. અમે રેલીમાં આવનારા લોકોની સુવિધાનું ધ્યાન રાખી રહ્યા છીએ અને સાથે જ અમારો એ પણ પ્રયાસ છે કે સ્થાનિક લોકોને પણ કોઈ મુશ્કેલી ન થાય. અમે રેલી સ્થળ પર સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સાથે જ રેલી માર્ગ પર પણ સુરક્ષાના ઇંતેજામ કરવામાં આવ્યા છે.

પોલીસ ઉપાયુક્ત રાજબીરે કહ્યું કે, વિસ્તારમાં લગભગ 250 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આયોજકોએ પણ પોતાના કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યા છે અને સાથે મળીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. બીજી તરફ, મંડી હાઉસ સ્થિત હિમાચલ પ્રદેશ ભવનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકઠા થયા છે. તેઓ અહીંથી રામલીલા મેદાન જઈ રહ્યા છે. રામલીલા મેદાન પહોંચેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય મોહમ્મદ ઇમરાને કહ્યું કે, સમગ્ર ઉત્તર પ્રદેશમાંથી લગભગ એક લાખ લોકોના બપોર સુધીમાં પહોંચવાની સંભાવના છે. રેલીમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા કર્ણાટક કોંગ્રેસના પ્રવક્તા ટીઆર પ્રસાદ ગૌડાએ કહ્યું કે, દક્ષિણી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રામલીલા મેદાન પહોંચી રહ્યા છે.

આ રેલીના સંદર્ભમાં સવારથી જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘર બહાર હલચલ તેજ થઈ ગઈ. અહીંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રામલીલા મેદાન માટે થોડા સમય પછી પ્રસ્થાન કરશે. આ પહેલા દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે શનિવારે બપોરે રામલીલા મેદાન પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો. ઇન્ડી ગઠબંધને રેલીમાં 10 લાખ લોકોના આવવાનો દાવો કર્યો છે. દિલ્હી પોલીસને ગુપ્તચર વિભાગે જાણ કરી છે કે, રેલીમાં 70 હજાર લોકોના આવવાનો અંદાજ છે.

દિલ્હી પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ રામલીલા મેદાનને 14 ઝોનમાં વિભાજિત કર્યું છે. સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનના ઇંતેજામ કરવામાં આવ્યા છે. રામલીલા મેદાનમાં પ્રવેશ માટે મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. રેલીના સંદર્ભમાં મુખ્ય ચોકડીઓ પર 150 વધારાના ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande