હોર્મુઝને ખોલવા અંગે કતર સાથે ઈરાનની વાટાઘાટો, કહ્યું - અમેરિકા પહેલા શરત માને
તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.) મધ્ય પૂર્વમાં તણાવનું મુખ્ય કારણ બની ચૂકેલા હોર્મુઝ જળસંધિને ખોલવા અંગે કતરના મધ્યસ્થીઓ સાથે ઈરાનના ટોચના નેતાઓની વાતચીત ચાલી રહી છે. ઈરાને કતરને સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકાએ પહેલા તેની શરતો માનવા ત
ઘીોલ


તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.) મધ્ય પૂર્વમાં તણાવનું મુખ્ય કારણ બની ચૂકેલા હોર્મુઝ જળસંધિને ખોલવા અંગે કતરના મધ્યસ્થીઓ સાથે ઈરાનના ટોચના નેતાઓની વાતચીત ચાલી રહી છે. ઈરાને કતરને સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકાએ પહેલા તેની શરતો માનવા તૈયાર થવું પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો અમેરિકા શરતો માની લેશે તો હોર્મુઝ જળસંધિને બે દિવસમાં ફરીથી ખોલી દેવામાં આવશે.

અલ જઝીરા અને ઇરનાના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ, કતરી મધ્યસ્થીઓ સાથે ચાલી રહેલી વાતચીતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, હોર્મુઝ જળસંધિને બે દિવસમાં ફરીથી ખોલવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ માટે માત્ર એક જ શરત છે કે, અમેરિકાએ તેમની તમામ માંગણીઓ માનવી પડશે. બીજી તરફ, ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસેન રેઝાઈનું કહેવું છે કે, તેમણે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પત્ર જોયો છે. તેના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે, વોશિંગ્ટનના વલણમાં સંપૂર્ણપણે બદલાવ આવ્યો છે. તેમણે આ બદલાવને સકારાત્મક સંકેત ગણાવ્યો છે.

આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ, તેમના સૈન્ય કમાન્ડરોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ અમેરિકા અને ઇઝરાયેલ તરફથી આવતા કોઈપણ સંભવિત ખતરાનો કોઈપણ ભૌગોલિક સીમા વિના, તાત્કાલિક અને અસરકારક જવાબ આપે. સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ કહ્યું કે, ખામેનેઈના નિર્દેશ બાદ ઈરાની દળો તૈયાર છે.

મેજર જનરલ અબ્દુલ્લાહીએ શનિવારે જણાવ્યું કે, કમાન્ડર-ઇન-ચીફ અયાતુલ્લા સૈયદ મોજતબા હુસૈની ખામેનેઈએ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોને આપેલા આદેશ બાદ ઈરાની સશસ્ત્ર દળોએ તેમના એજન્ડામાં દુશ્મનના ઠેકાણાં અને સંપત્તિઓની એક નવી યાદી સામેલ કરી છે. તેમણે કહ્યું કે, ઇસ્લામિક ક્રાંતિના નેતાનું સમજદારીભર્યું અને નિર્ણાયક નેતૃત્વ સશસ્ત્ર દળોના કમાન્ડરો અને તમામ સભ્યો માટે એક માર્ગદર્શક સમાન છે.

અબ્દુલ્લાહીએ કહ્યું કે, સશસ્ત્ર દળો કોઈપણ પ્રકારની આક્રમકતાનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે પોતાના કમાન્ડર-ઇન-ચીફ અને દેશને ખાતરી આપી કે, તેઓ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા માટે અડગ ઊભા રહેશે. ટોચના કમાન્ડરે કહ્યું કે, ઈરાની સેના આધુનિક અને અદ્યતન ઉપકરણો અને તકનીકોનો ઉપયોગ કરીને, કોઈપણ ભૌગોલિક સીમા વિના, પૂરી તાકાત અને તીવ્રતા સાથે અમેરિકી અને દુશ્મનોનો મુકાબલો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande