સરદાર સાહેબની જન્મજયંતિએ ગાંધીનગરમાં એકતા અને દેશભક્તિનો અદભૂત માહોલ સર્જાયો
રાષ્ટ્રીય એકતા પર્વની શાનદાર ઉજવણી: સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી 16 રમતવીરોનું સન્માન કરાયું ગાંધીનગર, 01 નવેમ્બર (હિ.સ.) : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમ સાથે કડીર
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- રાષ્ટ્રીય એકતા પર્વની શાનદાર ઉજવણી: સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી 16 રમતવીરોનું સન્માન કરાયું

ગાંધીનગર, 01 નવેમ્બર (હિ.સ.) : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમ સાથે કડીરૂપે, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુડાસણ ખાતેના સરદાર ચોક પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશેષ અવસરે વિધાનસભાના અધ્યક્ષએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી. તેમની સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સમારોહ દરમિયાન રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ગાંધીનગર જિલ્લાના 16 પ્રતિભાશાળી રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.તથા સ્વદેશી મેળા અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરતા લોકોને વિધાનસભા અધ્યક્ષશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ગાંધીનગર (ઉત્તર) ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર પક્ષ પ્રમુખ આશિષ દવે, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે, અધિક કલેક્ટર અમિત પરમાર સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને દ્રઢ કરતા આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં અંદાજે પાંચ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ ભવ્ય આયોજનમાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, ૧૫૦૦ જેટલા પોલીસ જવાનો તેમજ NULM બહેનો, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને સંગઠનના અગ્રણીઓએ વિશેષરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande