ડો. માંડવિયા આજે છત્તીસગઢ પહોંચશે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યઉત્સવનો ભવ્ય શુભારંભ કરશે.
છત્તીસગઢ હોકી લીગના સમાપન સમારોહમાં પણ હાજરી આપશે, ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. રાયપુર, નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા, આજે છત્તીસગઢના પ્રવાસે રાયપુર પહોંચશે. આ દરમિયા
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા


-છત્તીસગઢ હોકી લીગના સમાપન સમારોહમાં પણ હાજરી આપશે, ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.

રાયપુર, નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા, આજે છત્તીસગઢના પ્રવાસે રાયપુર પહોંચશે. આ દરમિયાન તેઓ નવા રાયપુર અટલ નગરમાં આયોજિત ત્રણ દિવસીય છત્તીસગઢ રાજ્યઉત્સવ-2026નો શુભારંભ કરશે. રાજ્યઉત્સવના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય કરશે.

કેન્દ્રીય મંત્રી પોતાના પ્રવાસ દરમિયાન નર્સિંગ મહાવિદ્યાલય અને પરિચારક છાત્રાલયના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવા ઉપરાંત છત્તીસગઢ હોકી લીગના સમાપન અને પુરસ્કાર વિતરણ સમારોહમાં પણ હાજરી આપશે.

છત્તીસગઢ રાજ્ય સ્થાપના દિવસના અવસરે 1 થી 3 નવેમ્બર સુધી નવા રાયપુર અટલ નગર સ્થિત રાજ્યઉત્સવ મેદાનમાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસીય મહોત્સવમાં પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલાઓ, જનજાતીય પરંપરાઓ અને વિકાસ યાત્રાની ઝલક જોવા મળશે. આ દરમિયાન પ્રદેશના વિવિધ અંચળોના લોકકલાકારોની સાથે રાષ્ટ્રીય સ્તરના પ્રસિદ્ધ કલાકારો પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સાંજે 5 વાગ્યે નવા રાયપુર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની બાળ હૃદય ચિકિત્સાલય પહોંચશે. અહીં તેઓ નર્સિંગ મહાવિદ્યાલય અને પરિચારક છાત્રાલયના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરશે. આ પરિયોજનાથી સ્વાસ્થ્ય શિક્ષણ માટે આવશ્યક અધોસંરચના વિકસાવવામાં તથા ચિકિત્સા સેવાઓ માટે પ્રશિક્ષિત માનવ સંસાધન તૈયાર કરવામાં મદદ મળશે.

કેન્દ્રીય મંત્રી સાંજે 6 વાગ્યે રાજ્યઉત્સવ મેદાન પહોંચીને ત્રણ દિવસીય છત્તીસગઢ રાજ્યઉત્સવનો વિધિવત શુભારંભ કરશે. સમારોહની અધ્યક્ષતા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય કરશે. આ અવસરે છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ ડો. રમણ સિંહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી તોખન સાહૂ, ઉપ મુખ્યમંત્રી અરુણ સાવ અને વિજય શર્મા સહિત પ્રદેશ સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા, રાત્રે 8 વાગ્યે રાયપુર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ પહોંચશે. અહીં તેઓ છત્તીસગઢ હોકી લીગના સમાપન અને પુરસ્કાર વિતરણ સમારોહમાં હાજરી આપીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. આ આયોજનના માધ્યમથી પ્રદેશની હોકી પ્રતિભાઓને પોતાની રમત ક્ષમતા પ્રદર્શિત કરવાનો અવસર મળ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande