ભાવનગરના આનંદનગર જલારામ મંદિરે 16મી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
251થી વધુ વાનગીઓનો અન્નકૂટ, રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદનું આયોજન ભાવનગર, 11 નવેમ્બર (હિ.સ.) : ‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો, ભજન કરો અને ભોજન કરાવો’ના સેવામંત્રને સાર્થક કરનાર સંત જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણી તા. 16 નવેમ્બર, સોમવારના રોજ ભાવનગર
જલારામ બાપા મંદિર ભાવનગર


251થી વધુ વાનગીઓનો અન્નકૂટ, રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદનું આયોજન

ભાવનગર, 11 નવેમ્બર (હિ.સ.) : ‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો, ભજન કરો અને ભોજન કરાવો’ના સેવામંત્રને સાર્થક કરનાર સંત જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણી તા. 16 નવેમ્બર, સોમવારના રોજ ભાવનગરના આનંદનગર સ્થિત જલારામ મંદિરે કરવામાં આવશે. આ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમો યોજાશે.

જન્મજયંતીના દિવસે સવારે 8:15 કલાકે ધજાપૂજન, 8:30 કલાકે જલારામ બાપાનું પૂજન અને 11 કલાકે 251થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. બપોરે 12:15 કલાકે મહાઆરતી યોજાશે. મંદિર સવારે 5થી રાત્રે 9:30 કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. સવારે 6:30 કલાકે આરતી પણ કરવામાં આવશે.

આ પ્રસંગે સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ તેમજ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જન્મજયંતી નિમિત્તે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી સર્વ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર વર્ષે 20 હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે, જ્યારે સમગ્ર દિવસ દરમિયાન 80 હજારથી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે. હાલમાં મહાપ્રસાદની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande