વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી ભાઈબીજની શુભકામનાઓ
નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભાઈબીજના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી અને સૌના સુખ, સમૃદ્ધિ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભાઈબીજના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી અને સૌના સુખ, સમૃદ્ધિ તેમજ ખુશહાલીની કામના કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે એક્સ પર પોસ્ટ કરીને દેશભરના લોકોને ભાઈબીજની શુભકામનાઓ આપતા કહ્યું કે, આ પાવન પર્વ ભાઈ-બહેનના સ્નેહપૂર્ણ અને ગાઢ સંબંધની મીઠાશ અને આત્મીયતાનું પ્રતીક છે. તેમણે આ શુભ અવસરે સૌના જીવનમાં પ્રસન્નતા અને સંપન્નતાની કામના કરી.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, ભાઈબીજને ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને અનમોલ સંબંધને સમર્પિત પર્વ ગણાવતા શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, આ તહેવાર પારિવારિક સંબંધોની આત્મીયતા અને એકબીજા પ્રત્યેના સ્નેહ, સન્માન તેમજ જવાબદારીના ભાવનું સ્મરણ કરાવે છે. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે, દરેક ભાઈ-બહેનનો સંબંધ પ્રેમ અને વિશ્વાસથી સદાય મજબૂત બની રહે તથા તેમના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય, ખુશહાલી અને સમૃદ્ધિ બની રહે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ સમસ્ત દેશવાસીઓને ભાઈબીજની શુભકામનાઓ આપતા કહ્યું કે, ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું આ પર્વ સૌના જીવનમાં ખુશીઓ અને ઉમંગ લઈને આવે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, ભાઈબીજને ભાઈ-બહેનના પવિત્ર બંધન અને પ્રેમનું પ્રતીક જણાવતા દેશવાસીઓને આ પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande