પ્રધાનમંત્રી 13-14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાત લેશે
બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ગાંધીનગર, 11 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી 13-14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાત લેશે. સવારે આશરે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી પ્રશાંતિ કુટીરમના સુવર્ણ જયંતી મહોત્સવમાં ભાગ લેશે. તેઓ આ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


- બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

ગાંધીનગર, 11 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી 13-14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાત લેશે. સવારે આશરે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી પ્રશાંતિ કુટીરમના સુવર્ણ જયંતી મહોત્સવમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. બપોરે આશરે 12:45 વાગ્યે, પ્રધાનમંત્રી મેટ્રોને ફ્લેગ ઓફ કરશે અને તાવરેકેરેથી IIM બેંગલોર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સફર કરશે. બપોરે આશરે 1:15 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ₹15,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી મૈસૂર જશે જ્યાં, બપોરે આશરે 3:30 વાગ્યે, તેઓ ભારત વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે આશરે 4 વાગ્યે, પ્રધાનમંત્રી કોસ્મોસ-મૈસૂર પ્લેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

14મી નવેમ્બરે, પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. અંબાજી મંદિર 51 પવિત્ર શક્તિપીઠોમાંથી એક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande