અસમ ટ્રેન દુર્ઘટના: રેલવેએ હેલ્પલાઇન નંબર જારી કર્યા, સીયાલદહ સહિત અનેક સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક
કોલકતા, નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.): અસમમાં કોલકાતાથી મિજોરમ (આઈઝોલ) જઈ રહેલી સાઈરંગ એક્સપ્રેસ (13125) દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ મુસાફરોના પરિવારજનોની મદદ કરવા અને તેમને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રેલવેએ અનેક સ્ટેશનો પર તત્કાલ અસરથી હેલ્પ ડેસ્ક
સાઈરંગ એક્સપ્રેસ (13125) દુર્ઘટનાગ્રસ્ત


કોલકતા, નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.): અસમમાં કોલકાતાથી મિજોરમ (આઈઝોલ) જઈ રહેલી સાઈરંગ એક્સપ્રેસ (13125) દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ મુસાફરોના પરિવારજનોની મદદ કરવા અને તેમને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રેલવેએ અનેક સ્ટેશનો પર તત્કાલ અસરથી હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. આ ટ્રેનમાં બંગાળના પણ અનેક મુસાફરો સવાર હતા, જેના કારણે તેમના સગા-સંબંધીઓમાં ભારે ચિંતાનું વાતાવરણ છે.

સીયાલદહ સ્ટેશનના હેલ્પલાઇન નંબર 033-23833326 અને 033-23509643 છે. આ ઉપરાંત ઉત્તર બંગાળના અલીપુરદ્વાર જંક્શન સ્ટેશન પર પણ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેના નંબર 9002052957, 9046226635, 03564-253498 (1072), 03564-270870 (1072), 03564-270871 (1072) અને 03564-252498 (1072) છે.

અસમના ગુવાહાટી અને લમડિંગમાં પણ મુસાફરોના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુવાહાટી સ્ટેશનના હેલ્પલાઇન નંબર 0361-2731621, 0361-2731622 અને 0361-2731623 છે. જ્યારે, લમડિંગના હેલ્પલાઇન નંબર 03764-263858, 03764-265958 અને 03764-263831 છે. લમડિંગ સુરક્ષા હેલ્પલાઇન નંબર 03674-263268, 03764-265949 અને 03674-265950 જારી કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે કામરૂપ જિલ્લાના દિગારૂ સ્ટેશન પાસે સાઈરંગ એક્સપ્રેસ નું એન્જીન અને છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર છે. દુર્ઘટનાની તુરંત બાદ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ, તેની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઘાયલ મુસાફરોને તુરંત પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાકીના ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત મોકલવા અને કેટલાક મુસાફરોને પાછા લાવવા માટે વૈકલ્પિક વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ કડીમાં બુધવારે બપોરે સીયાલદહ થી પણ એક વિશેષ ટ્રેન અસમ માટે રવાના કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande