રાજકોટમાં પડોશી સાથેના ઝઘડાની અદાવતમાં ઘર પર હુમલો: થાર સહિત ૭ વાહનો આગમાં ભસ્મીભૂત
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રૈયા ગામ વિસ્તારમાં દિવાળીની રાત્રે પડોશી સાથે થયેલી બોલાચાલીની અદાવતમાં ફિઝાબેન નામના શખ્સે તેના સાગરિતો સાથે મળીને રણજીતભાઈ પરમારના મકાન અને વાહનોને નિશાન બનાવી રૂ. ૨૬.૫૦ લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના
ફરિયાદ


રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રૈયા ગામ વિસ્તારમાં દિવાળીની રાત્રે પડોશી સાથે થયેલી બોલાચાલીની અદાવતમાં ફિઝાબેન નામના શખ્સે તેના સાગરિતો સાથે મળીને રણજીતભાઈ પરમારના મકાન અને વાહનોને નિશાન બનાવી રૂ. ૨૬.૫૦ લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે.

દિવાળીની રાત્રે ફરિયાદીના પરિવાર અને પડોશી ફિઝાબેન તથા તેમની માતા રાબિયાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડાનો બદલો લેવાની ધમકી આપી આરોપીઓ સારવાર માટે ગયા હતા. ડરના માર્યે રણજીતભાઈ અને તેમનો પરિવાર મોરબી સ્થિત બીજા મકાને જતા રહ્યા હતા.

દરમિયાન, મોડી રાત્રે બે અજાણ્યા શખ્સોએ રણજીતભાઈના રાજકોટ સ્થિત ઘરની બારીઓ પર સોડા બોટલના ઘા કરી નુકસાન કર્યું હતું અને ઘરની બહાર પાર્ક કરેલી થાર ગાડીમાં આગ ચાંપી દીધી હતી. જેની લપેટમાં બાજુમાં રહેલી અન્ય કાર, મોટરસાઇકલ અને સ્કૂટર સહિત કુલ સાત વાહનો આવી જતા સળગીને ખાક થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સવારે પરિવાર પરત ફરતા ફિઝાબેને પોતે જ મિત્રોને બોલાવીને આ હુમલો કરાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ભોગ બનનાર રણજીતભાઈની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુરુવારે ફિઝાબેન વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande