ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો 'જનજાતિ ગૌરવ દિવસ 2026' ઉજવાશે: તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસામુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લા કક્ષાની ''જનજાતિ ગૌરવ દિવસ ૨૦૨૬''ની ઉજવણી આગામી ૧૫મી નવેમ્બરના રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અને સફળ સંચાલન
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસામુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લા કક્ષાની 'જનજાતિ ગૌરવ દિવસ ૨૦૨૬'ની ઉજવણી આગામી ૧૫મી નવેમ્બરના રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાનાર છે.

આ કાર્યક્રમના સુચારુ આયોજન અને સફળ સંચાલન માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વિષય અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ (ઈ.ચા.)ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠક અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી, મંત્રી (રાજ્યકક્ષા) સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતમાં કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ, સંસદ સભ્યઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી જીવંત પ્રસારણ દ્વારા પ્રેરક ઉદ્બોધન પણ આપવામાં આવશે. જેથી આ તકે પ્રેસ અને મીડિયાના મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સર્વને આમંત્રિત કર્યા હતા.

આ બેઠકમાં અધિક કલેક્ટર અમિત પરમાર, પ્રાંત અધિકારી જયમીન પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande