ભાવનગરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે
ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા સર્કલ નજીક આવેલા યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાશે. આ અંગે જિલ્લા વિકાસ
જન જાતિ ગૌરવ દિવસ ની ઊજવણી કરવામાં આવશે


ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા સર્કલ નજીક આવેલા યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાશે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાન અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી વર્ષ 2021થી દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની વયે અંગ્રેજ શાસન, જમીનદારી પ્રથા અને વેઠપ્રથા સામે 'ઉલગુલાન' નામના મહાન જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 12થી 18 નવેમ્બર દરમિયાન આદિવાસી જિલ્લાઓમાં સાત દિવસીય અને અન્ય 20 જિલ્લાઓમાં એક દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ભાવનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન, મહાનુભાવોનું સ્વાગત, આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અંગેની ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિવાસી વ્યક્તિઓનું સન્માન તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, હિતેશભાઈ પંડયા, લાલુદાન ગઢવી, આદિજાતિ વિકાસ અધિકારી કાજલબેન ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande