(સંશોધિત)મહાદેવ સટ્ટા એપ કેસ- સૌરભ ચંદ્રાકર આજે, રાયપુરની વિશેષ અદાલતમાં હાજર થશે
નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને, તેની આઠ દિવસની કસ્ટડી સમાપ્ત થયા બાદ આજે રાયપુરની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. ઓમાનથી પ્રત્યાર્પણ થયા બાદ સૌરભ ચંદ્રાકરને નવેમ્બરની શરૂઆતમાં રાયપુરની
મહાદેવ એપ


નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને, તેની આઠ દિવસની કસ્ટડી સમાપ્ત થયા બાદ આજે રાયપુરની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

ઓમાનથી પ્રત્યાર્પણ થયા બાદ સૌરભ ચંદ્રાકરને નવેમ્બરની શરૂઆતમાં રાયપુરની વિશેષ સીબીઆઈ અદાલતમાં, રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીબીઆઈ રિમાન્ડનો સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો છે અને તેને નિર્ધારિત સમયપત્રક મુજબ, વિશેષ અદાલતમાં ફરીથી રજૂ કરવો પડશે.

દિલ્હીમાં તેની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈના અધિકારીઓ, તેને વિમાન દ્વારા રાયપુર લાવશે. આજની સુનાવણીનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ હશે કે, શું સીબીઆઈ વધુ પૂછપરછ માટે વધુ રિમાન્ડ માંગે છે. જો સીબીઆઈ રિમાન્ડ માંગતી નથી, તો ઇડી તેના વોરંટને અમલમાં મૂકવા માટે ફરીથી કોર્ટમાં અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી સુનાવણીમાં ઇડીએ પોતાના વોરંટ પર સૌરભની ધરપકડ કરવાની માંગ કરી હતી.

જોકે, કોર્ટે ઈડીની અરજીને અકાળ ગણાવી હતી. હવે આજની સુનાવણીમાં ઈડી ફરીથી અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. સીબીઆઇએ અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ઓમાનમાં સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી હતી.

તેમના રિમાન્ડ દરમિયાન સીબીઆઈ દ્વારા મુખ્યત્વે, દિલ્હીમાં તેમની પૂછપરછ કરવામાં આવી છે. 6,000 કરોડથી વધુના ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્કનું સંચાલન, ભિલાઈથી દુબઈ સુધી કેવી રીતે ફેલાયું અને હવાલા ચેનલો દ્વારા રાજકારણીઓ, પોલીસ અને વહીવટી અધિકારીઓને કથિત રીતે સંરક્ષણ નાણાં કેવી રીતે પહોંચાડ્યા તેની તપાસ એજન્સી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર /કેશવ કેદારનાથ શર્મા/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande