દિવાળીના વેકેશનમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસ
રાજસ્થાની પરંપરાગત કઠપૂતળીના ખેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવા માટે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મુલાકાતીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. દર વર્ષે દિ
રાજસ્થાની પરંપરાગત કઠપૂતળીના ખેલ


રાજસ્થાની પરંપરાગત કઠપૂતળીના ખેલ


રાજસ્થાની પરંપરાગત કઠપૂતળીના ખેલ


- રાજસ્થાની પરંપરાગત કઠપૂતળીના ખેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.

ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) :

દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવા માટે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મુલાકાતીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. દર વર્ષે દિવાળીના વેકેશન દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે. ચાલુ વર્ષના દિવાળી વેકેશન દરમિયાન પણ અત્યાર સુધીમાં 12,000થી વધુ મુલાકાતીઓએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લઈ પ્રકૃતિના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો છે.

મુલાકાતીઓની આ વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય, પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વધે તથા પર્યાવરણ સંરક્ષણના સંદેશનો વ્યાપક પ્રસાર થાય તેવા ઉમદા આશયથી 'ગીર' ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લોકકળા કઠપૂતળીના ખેલ (પપેટ શો) નું આયોજન કરવામાં આવ્યું છે.

પરંપરાગત લોકકળાના મનોરંજક માધ્યમથી મુલાકાતીઓને વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સરળતાથી સમજ આપવામાં આવી રહી છે. મનોરંજનની સાથે પર્યાવરણલક્ષી સંદેશ આપતા આ પપેટ શો મુલાકાતીઓ, ખાસ કરીને બાળકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અનોખા પ્રયાસને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.

આગામી તા. 15-11-2026 સુધી દરરોજ બપોર બાદ બે શો યોજવામાં આવશે જેનો લોકો લાભ લઈ શકે છે. સાથોસાથ તા. 24-11-2026 સુધી વિવિધ ઈકો એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુલાકાતીઓ સુકા પાન, પથ્થર પર પેઈન્ટિંગ, થ્રેડ પેઈન્ટિંગ અને માટીકામ કલાકારી જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande