કિશ્તવાડના જંગલમાં ગુમ થયેલા, બે એસપીઓ મૃત હાલતમાં મળી આવ્યા
કિશ્તવાડ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારમાંથી લાપતા થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના બે સ્પેશિયલ પોલીસ ઓફિસરો (એસપીઓ) ગુરુવારે, મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ બંનેને મરવાહના ધરના ખાતે, રોટેશન
કિશ્તવાડના જંગલમાં ગુમ થયેલા, બે એસપીઓ મૃત હાલતમાં મળી આવ્યા


કિશ્તવાડ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારમાંથી લાપતા થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના બે સ્પેશિયલ પોલીસ ઓફિસરો (એસપીઓ) ગુરુવારે, મૃત હાલતમાં મળી આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ બંનેને મરવાહના ધરના ખાતે, રોટેશન ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ન હતા અને બાદમાં લાપતા થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, બંનેની ભાળ મેળવવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને એસપીઓનાં શબ, કિશ્તવાડ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.

મૃતકોની ઓળખ રશપાલ કુમાર (45) અને બોબી ચંદ (57) તરીકે થઈ છે. બંને કિયાર દચ્છન વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મૃત્યુના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande