સુરક્ષા ચિંતાઓને કારણે, અમેરિકા, ફિફા અંડર-17 વર્લ્ડ કપમાંથી ખસી ગયું
કતરમાં 19 નવેમ્બરથી શરૂ થવાની છે, 48 ટીમોની ટૂર્નામેન્ટ -અમેરિકી વિદેશ વિભાગે જારી કરી હતી લેવલ-3 યાત્રા ચેતવણી લૉસ એંજિલિસ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) અમેરિકાએ સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે કતરમાં યોજાનાર આગામી ફીફા પુરુષ અંડર-17 વિશ્વ કપથી
ફીફા લોગો


-કતરમાં 19 નવેમ્બરથી શરૂ થવાની છે, 48 ટીમોની ટૂર્નામેન્ટ -અમેરિકી વિદેશ વિભાગે જારી કરી હતી લેવલ-3 યાત્રા ચેતવણી

લૉસ એંજિલિસ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) અમેરિકાએ સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે કતરમાં યોજાનાર આગામી ફીફા પુરુષ અંડર-17 વિશ્વ કપથી પોતાની ટીમ પાછી ખેંચી લીધી છે. અમેરિકી ફૂટબૉલ મહાસંઘે બુધવારે ઇએસપીએન એ આની પુષ્ટિ કરી.

અમેરિકી વિદેશ વિભાગે 23 ઓક્ટોબરે કતર માટે લેવલ-3 યાત્રા ચેતવણી જારી કરી હતી. આમાં અમેરિકી નાગરિકોને સશસ્ત્ર સંઘર્ષના જોખમને કારણે કતરની યાત્રા પર પુનર્વિચાર કરવાની સલાહ આપવામાં આવી હતી. આ ચેતવણીમાં પડોશી દેશ સાઉદી અરેબિયામાં યેમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ તરફથી કરવામાં આવેલા હુમલાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમેરિકી ફૂટબૉલ મહાસંઘે બુધવારે એક પત્રના માધ્યમથી ખેલાડીઓને ટૂર્નામેન્ટમાંથી હટી જવાના નિર્ણયની જાણકારી આપી. ઇએસપીએન અનુસાર, તેને આ પત્ર પ્રાપ્ત થયો છે.

મહાસંઘે પત્રમાં કહ્યું, “અમે તમને વિશ્વ કપ પહેલા થનારા આપણા પ્રશિક્ષણ શિબિર અને વિશ્વ કપમાં આપણી નિયોજિત ભાગીદારી રદ કરવાના મુશ્કેલ નિર્ણયની જાણકારી આપવા માટે લખી રહ્યા છીએ. અમને આપણા તે ખેલાડીઓ અને કોચોની તૈયારી પર અતિ ગર્વ છે, જેમણે વિશ્વ કપમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે મહેનત કરી છે.”

“દુર્ભાગ્યવશ, વર્તમાન પરિસ્થિતિઓને જોતાં, જેમાં કતર માટે અમેરિકી વિદેશ વિભાગની લેવલ-3 યાત્રા ચેતવણી અને દૂતાવાસના કર્મચારીઓ તથા તેમના પરિવારો માટે જારી કરાયેલા સંબંધિત નિર્દેશો સામેલ છે, હવે આપણા માટે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો સંભવ નથી. આપણા ખેલાડીઓ અને સ્ટાફનું કલ્યાણ હંમેશાં આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.”

અમેરિકી ફૂટબૉલ કલેક્ટિવે, સૌથી પહેલા અમેરિકાના ટૂર્નામેન્ટમાંથી હટી જવાની ખબર આપી હતી.

48 ટીમોનું આ ટૂર્નામેન્ટ 19 નવેમ્બરથી શરૂ થશે અને તેની ફાઇનલ 13 ડિસેમ્બરે રમાશે. અમેરિકાની અંડર-17 ટીમના મુખ્ય કોચ એલેક્સ એલ્ડાજે ગત સપ્તાહે ટૂર્નામેન્ટ માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

અમેરિકાએ 21 નવેમ્બરે મૉન્ટેનેગ્રો સામે પોતાની પહેલી મેચ રમવાની હતી. આ પછી તેણે ગ્રૂપ તબક્કામાં ચિલી અને અલ્જીરિયા સામે ટકરાવાનું હતું.

ગત વર્ષે પણ આ ટૂર્નામેન્ટનું આયોજન કતરમાં થયું હતું, જ્યાં અમેરિકાની ટીમ રાઉન્ડ ઑફ 32 માં બહાર થઈ ગઈ હતી. ફીફાએ 2024માં જાહેરાત કરી હતી કે, કતર 2025થી 2029 સુધી દર વર્ષે પુરુષ અંડર-17 વિશ્વ કપની યજમાની કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande