કૈંચી ધામ પાસે ખીણમાં પડી કાર, એકનું મોત, ચાર ઘાયલ
નૈનીતાલ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં કૈંચી ધામ નજીક નિગલાટ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર અનિયંત્રિત થઈને લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા. પાંચેય
કાર  ઊંડી ખીણમાં પડી


નૈનીતાલ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં કૈંચી ધામ નજીક નિગલાટ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર અનિયંત્રિત થઈને લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા. પાંચેય લોકો બરેલી (ઉત્તર પ્રદેશ)ના છે.

આપત્તિ કંટ્રોલ રૂમ નૈનીતાલ પાસેથી માહિતી મળ્યા બાદ એસડીઆરએફની ખૈરના પોસ્ટથી સબ-ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમારના નેતૃત્વમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું. ચાર ઘાયલોને ખીણમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) ભવાલી પહોંચાડવામાં આવ્યા.

એસડીઆરએફના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી કાર (યુપી 25 ઇજે 4586)માં પાંચ લોકો સવાર હતા. આ અકસ્માતમાં કાર ચાલક અનુજ તિવારી (29) પુત્ર લક્ષ્મી નારાયણ તિવારી, રહેવાસી ગ્રામ શેખપુર, બરેલીનું મૃત્યુ થયું.

ઘાયલોની ઓળખ સની (23) પુત્ર તેજરામ રહેવાસી ગ્રામ મિલ કૉપર, રવિ પુત્ર દિનેશ મૌર્ય રહેવાસી બરેલી, સંચિત પુત્ર હૃદય નારાયણ તિવારી રહેવાસી ગ્રામ શેખપુર અને સંદીપ શર્મા પુત્ર રામકુમાર શર્મા રહેવાસી બરેલી તરીકે થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / મુુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande