મહાપર્વ છઠનો આજે બીજો દિવસ, ખરના સાથે શરૂ થશે 36 કલાકના નિર્જળા ઉપવાસ
પટના, નવી દલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) લોક આસ્થા અને સૂર્યોપાસનાનું મહાપર્વ છઠ પરંપરાગત રીતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આ ચાર દિવસીય કઠિન અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. આજે વ્રતીઓ આખો દિવસ ઉપવાસ રાખ્યા બાદ સાંજે વિધિ-વિધાનથી ખરના
કોસી


પટના, નવી દલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) લોક આસ્થા અને સૂર્યોપાસનાનું મહાપર્વ છઠ પરંપરાગત રીતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આ ચાર દિવસીય કઠિન અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. આજે વ્રતીઓ આખો દિવસ ઉપવાસ રાખ્યા બાદ સાંજે વિધિ-વિધાનથી ખરના કરશે. આ સાથે જ છઠ વ્રતના સૌથી કઠિન તબક્કા 36 કલાકના નિર્જળા ઉપવાસની શરૂઆત થશે.

ખરનાના અવસરે વ્રતીઓ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે અને પૂરી પવિત્રતા સાથે ભગવાન સૂર્ય તથા છઠ્ઠી મૈયાની પૂજા-અર્ચના કરે છે. આ દિવસે ગોળમાંથી બનેલી ખીર, રોટલી અને ફળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પૂજા પછી વ્રતીઓ પ્રસાદ ગ્રહણ કરે છે અને પરિવાર તથા આસપાસના લોકો વચ્ચે પ્રસાદ વહેંચવામાં આવે છે.

36 કલાક સુધી નિર્જળા ઉપવાસ ખરના પછી વ્રતીઓ 36 કલાક સુધી નિર્જળા ઉપવાસ રાખે છે. આ દરમિયાન અન્ન અને જળ ગ્રહણ કરવામાં આવતું નથી. તેના પછીના દિવસે એટલે કે ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્યને પ્રથમ અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. જ્યારે ચોથા અને અંતિમ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે મહાપર્વનું સમાપન થશે.

છઠ મહાપર્વને લઈને ઘરોમાં વિશેષ સાફ-સફાઈ અને તૈયારી કરવામાં આવી રહી છે. બજારોમાં ફળ, સૂપડા, ટોપલા, નાળિયેર, શેરડી અને પૂજન સામગ્રીની ખરીદીને લઈને ચહલ-પહલ વધી ગઈ છે. ઘાટોની સફાઈ અને શણગારનું કાર્ય પણ ચાલુ છે.

છઠ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી પરંતુ લોક આસ્થા, શુદ્ધતા, પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને સામાજિક સમરસતાનું અનુપમ પર્વ છે. આ મહાપર્વમાં પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને લોકકલ્યાણની કામના સાથે ભગવાન સૂર્ય તેમજ છઠ્ઠી મૈયાની આરાધના કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભિત દત્ત / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande