રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોએ, બિરસા મુંડાની જન્મજયંતિ પર દેશવાસીઓને 'જનજાતીય ગૌરવ દિવસ'ની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ રવિવારે ''ધરતી આબા'' બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે દેશવાસીઓને ''જનજાતીય ગૌરવ દિવસ''ની હાર્દિક શુભેચ્છાઓ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ રવિવારે 'ધરતી આબા' બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે દેશવાસીઓને 'જનજાતીય ગૌરવ દિવસ'ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, આ દિવસ આપણી સમૃદ્ધ આદિવાસી વિરાસત અને રાષ્ટ્ર પ્રત્યે આદિવાસી સમુદાયોના ઐતિહાસિક યોગદાનને યાદ કરવાનો એક અવસર છે. મને આશા છે કે તમામ દેશવાસીઓ સર્વસમાવેશક વિકાસના પથ પર આગળ વધતા, આપણી આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખશે.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, બિરસા મુંડાએ બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી સમુદાયનું નેતૃત્વ કર્યું અને તેમના અધિકારો, સન્માન તથા ઓળખ માટે સંઘર્ષ કર્યો. તેમના 'ઉલગુલાન' (વિદ્રોહ)ના આહ્વાને સ્વતંત્રતા અને ન્યાયની લડાઈને એક સશક્ત અવાજ આપ્યો. આ દિવસે ભારતની સ્વતંત્રતાની લડાઈ તથા રાષ્ટ્ર-નિર્માણમાં આદિવાસી સમુદાયોના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 'ધરતી આબા'નું અદમ્ય સાહસ, સંઘર્ષ, બલિદાન દેશની દરેક પેઢીને આત્મ-સન્માન, સ્વતંત્રતા અને અધિકારોના રક્ષણ માટે પ્રેરિત કરતું રહેશે. તેમનાથી પ્રેરણા લઈને, ભાજપ સરકાર આદિવાસી ભાઈ-બહેનો માટે સન્માન, તક અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી રહી નથી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે બિરસા મુંડાનું જીવન ત્યાગ, તપસ્યા, સંઘર્ષ અને જન-સેવાની એક પ્રેરણાદાયી ગાથા છે, જે આવનારી પેઢીઓ માટે દેશભક્તિ, સામાજિક સમરસતા અને ન્યાયના મૂલ્યોને હંમેશા પ્રકાશિત કરતી રહેશે. બિરસા મુંડાનું અદ્વિતીય યોગદાન ભારતીય ઇતિહાસની એક અમૂલ્ય ધરોહર છે. તેમના આદર્શો સૌને આદિવાસી સમાજની ગરિમા, અધિકારો અને સર્વાંગી વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા માટે પ્રેરિત કરતા રહેશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બિરસા મુંડાનું જીવન અને તેમના આદર્શો, આવનારી પેઢીઓને અન્યાય વિરુદ્ધ ઊભા રહેવા, પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરવા અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજોનું પાલન કરવા માટે હંમેશા પ્રેરિત કરતા રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોમાં આત્મ-સન્માન અને જાગૃતિનો સંચાર કર્યો. સાથે જ, પોતાની સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ માટે 'ઉલગુલાન આંદોલન' દ્વારા તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ ક્રાંતિનું આહ્વાન કર્યું. તેમનું જીવન આપણને રાષ્ટ્રના કલ્યાણ માટે એકજૂથ થવા તથા ત્યાગ અને સમર્પણની ભાવના અપનાવવા માટે નિરંતર પ્રેરણા આપે છે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, રાષ્ટ્રના મહાન સપૂત, ભગવાન બિરસા મુંડાનું જીવન વીરતા અને સાહસનું પ્રતીક છે. પોતાના કાર્યો અને પોતાની દૂરદ્રષ્ટિ દ્વારા, તેમણે સમાજને એક નવી દિશા આપી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande