
-વેપાર, રોકાણ, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને દરિયાઈ સુરક્ષાને અગ્રતા ધરાવતા ક્ષેત્રો તરીકે ચિહ્નિત કર્યા
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) ભારત અને સોમાલિયા વચ્ચે પ્રથમ વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક રવિવારે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં યોજાઈ હતી. બેઠકમાં બંને દેશોએ રાજકીય, સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધોની સમીક્ષા કરી. સાથે જ દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના ઉપાયો પર વિચાર-વિમર્શ કર્યો.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા વિભાગના સંયુક્ત સચિવ અને સોમાલિયાના વિદેશ મંત્રાલયના કાયમી સચિવે કરી હતી.
બેઠકમાં બંને પક્ષોએ વેપાર અને રોકાણ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, આરોગ્ય અને ઔષધ ક્ષેત્ર, ક્ષમતા નિર્માણ, આતંકવાદ-વિરોધી સહયોગ તથા દરિયાઈ સુરક્ષાને અગ્રતા ધરાવતા ક્ષેત્રો તરીકે ચિહ્નિત કર્યા. આ ઉપરાંત, બંને દેશોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના સહિયારા હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ