
-પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાના સાહસ, સંઘર્ષ અને બલિદાનને કર્યા નમન
રાંચી, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઝારખંડ સ્થાપના દિવસ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી (જનજાતીય ગૌરવ દિવસ) ના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ધરતી આબા ભગવાન બિરસા મુંડાને કોટિ-કોટિ નમન કરતા તેમના અદમ્ય સાહસ, સંઘર્ષ અને રાષ્ટ્ર પ્રત્યેના બલિદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાનું અદમ્ય સાહસ, સંઘર્ષ અને દેશ માટે આપેલું બલિદાન દરેક પેઢીને સ્વાભિમાન, સ્વતંત્રતા તથા પોતાના અધિકારોની રક્ષા માટે હંમેશા પ્રેરિત કરતું રહેશે.
તેમણે કહ્યું કે, ભગવાન બિરસા મુંડા પાસેથી પ્રેરણા લઈને કેન્દ્ર સરકાર દેશના તમામ જનજાતીય ભાઈ-બહેનોના સન્માન, તેમને આગળ વધવાની તકો ઉપલબ્ધ કરાવવા અને તેમની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે. આ દિશામાં વિકાસના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી જનજાતીય સમાજ વધુ સશક્ત બની શકે.
પ્રધાનમંત્રીએ આ વિશેષ અવસર પર દેશવાસીઓને આહ્વાન કર્યું કે, તેઓ એકજૂથ થઈને રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના અમૂલ્ય યોગદાનને યાદ કરે અને તેના પ્રત્યે સન્માન વ્યક્ત કરે.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ