પ્રધાનમંત્રી મોદી, આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
''ધરતી આબા'' ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીને સમર્પિત છે કાર્યક્રમ -લગભગ 3,000 કરોડની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ -મિઝોરમના જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન પણ કરશે નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ
ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ


-'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીને સમર્પિત છે કાર્યક્રમ -લગભગ 3,000 કરોડની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ -મિઝોરમના જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન પણ કરશે

નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આયોજિત 'જનજાતીય ગૌરવ દિવસ' કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીના અવસરે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચવાળી 246 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓનો ઉદ્દેશ્ય દેશના જનજાતીય સમુદાય માટે શિક્ષણ, આરોગ્ય સેવા, આજીવિકા અને સામુદાયિક પાયાની સુવિધાઓને મજબૂત કરવાનો છે. આ જાણકારી સરકારી પ્રવક્તાએ આપી.

સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 173 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં જનજાતીય વિદ્યાર્થીઓ માટે 38 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ (ઈએમઆરએસ) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ 100 બહુહેતુક કેન્દ્રો સામેલ છે. આ કેન્દ્રો સેવાઓની પૂર્તિ અને સામુદાયિક પ્રવૃત્તિઓ તરીકે કામ કરશે. તેઓ પીએમ-જનમન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (ડીએજેજીયુએ) હેઠળ વિવિધ અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી મોદી અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં 'ટ્રાઈબલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' (ટીઆરઆઈ)નું ભવન અને મિઝોરમના આઈઝોલમાં 'રોપુઈલિયાની જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલય'નું પણ ઉદ્ઘાટન કરશે. આનો ઉદ્દેશ્ય જનજાતીય સંસ્કૃતિ અને વારસાને સુરક્ષિત કરવાનો છે.

આ સંગ્રહાલય મિઝો જનજાતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ, વીરતા અને બલિદાનની યાદ અપાવવાની સાથે-સાથે મિઝો લોકોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ, ઐતિહાસિક વારસા અને ધરોહરને પણ પ્રદર્શિત કરે છે. આનું નામ 19મી સદીની મિઝો મહિલા પ્રમુખ 'રોપુઈલિયાની' ના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો સાહસપૂર્વક વિરોધ કર્યો. તેમને જનજાતીય પ્રતિકાર અને બલિદાનના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી 19 નવી એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનો શિલાન્યાસ કરશે. આનાથી જનજાતીય બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થશે. તેઓ જનજાતીય ઉત્પાદકો માટે બજાર સુધીની પહોંચને વધુ સારી બનાવવાના ઉદ્દેશ્યથી 12 જનજાતીય બહુહેતુક વિપણન કેન્દ્રો (ટીએમએમસી) નો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી પીએમ-જનમન અને ડીએજેજીયુએ હેઠળ 42 અન્ય પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે.

આ કાર્યક્રમ 'જનજાતીય ગૌરવ પખવાડિયા' ના સમાપનનું પ્રતીક હશે. આ પખવાડિયું પહેલી નવેમ્બરથી દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન રાષ્ટ્રીય અને પાયાના સ્તરે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિનો ઈએમઆરએસના વિદ્યાર્થીઓ સાથે સંવાદ, રાષ્ટ્રીય જનજાતીય સાહિત્ય મહોત્સવ, જનજાતીય ચિકિત્સકો માટે તાલીમ કાર્યક્રમ, વિશેષ રીતે નબળા જનજાતીય જૂથો (પીવીટીજી) માટે આરોગ્ય અને પોષણ શિબિર અને 'ધરતી આબા જનભાગીદારી અભિયાન' હેઠળ જનજાતીય ગામોમાં સામુદાયિક સેવા અભિયાન સામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande