ગાંધીધામમાં LCBનો દરોડો: મકાનમાંથી વિદેશી દારૂની 222 બોટલ-બિયરના ટીન ઝડપાયા, બે શખ્સ સામે ગુનો નોંધાયો
જૂની સુંદરપુરીમાં વેચાણના ઇરાદે સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી સામે અગાઉ પણ પ્રોહિબીશનના સાત ગુના નોંધાયેલા કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં LCBનો દરોડો: મકાનમાંથી વિદેશી દારૂની 222 બોટલ-બિયરના ટીન ઝડપાયા, બે શખ્સ સામે ગુનો નોંધાયો L
ગાંધીધામ ખાતે થી પકડાયેલ દારૂ


- જૂની સુંદરપુરીમાં વેચાણના ઇરાદે સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી સામે અગાઉ પણ પ્રોહિબીશનના સાત ગુના નોંધાયેલા

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં LCBનો દરોડો: મકાનમાંથી વિદેશી દારૂની 222 બોટલ-બિયરના ટીન ઝડપાયા, બે શખ્સ સામે ગુનો નોંધાયો LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

આ દરમિયાન LCBની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મનોજ ઉર્ફે પ્રકાશ કાનજીભાઈ માતંગે પોતાના સાગરીત દિલીપ કરશનભાઈ સંજોટના ભોગવટાવાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણના ઇરાદે સંતાડ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દર્શાવેલા સ્થળે દરોડો પાડતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ઓલ સીઝન વ્હિસ્કીની 100, રોયલ ચેલેન્જની 34, સિગ્નેચરની 20, એન્ટીક્વિટીની 10 અને રોકફોર્ડની 11 બોટલ મળી કુલ 175 બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત કિંગફિશર બીયરના 24 અને બડવાઇઝર બીયરના 23 ટીન પણ મળી આવ્યા હતા. આમ, કુલ રૂ.40,315ની કિંમતનો પ્રોહિબીશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો હેઠળ ગુજરાત પ્રોહિબીશન અધિનિયમની કલમ 65(A)(E) તથા 116(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મનોજ ઉર્ફે પ્રકાશ કાનજીભાઈ માતંગ અને દિલીપ કરશનભાઈ સંજોટ સામે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે મુખ્ય આરોપી મનોજ ઉર્ફે પ્રકાશ માતંગ સામે અગાઉ પણ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના કુલ સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા LCBની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા મુદ્દામાલ અને આરોપીઓ અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી માટે કેસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande