મધ્યપ્રદેશના ઈન્દોરમાં, દિલજીત દોસાંઝના કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઈન્દોર, નવી દિલ્હી,02 નવેમ્બર (હિ.સ.) મધ્યપ્રદેશના ઈન્દોરમાં 15 નવેમ્બરના રોજ યોજાનાર જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આતંકવાદી સંગઠનના નામથી આવેલા એક ધમકીભર્યા ઈ-મેલમાં કોન્સર્ટ દરમિયાન, આઈઈડીથી વિસ
્ઘતરઘૂ ્


ઈન્દોર, નવી દિલ્હી,02 નવેમ્બર (હિ.સ.) મધ્યપ્રદેશના ઈન્દોરમાં 15 નવેમ્બરના રોજ યોજાનાર જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આતંકવાદી સંગઠનના નામથી આવેલા એક ધમકીભર્યા ઈ-મેલમાં કોન્સર્ટ દરમિયાન, આઈઈડીથી વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ધમકીભર્યો ઈ-મેલ, સોમવારે ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવની ઓફિસ અને ત્રણ શાળાઓને મોકલવામાં આવ્યો છે. આ ઈ-મેલ 'ખાલિસ્તાની નેશનલ આર્મી'ના નામથી મોકલવામાં આવ્યો છે. ઈ-મેલ મોકલનારાઓમાં પોતાને એન્જિનિયર ગુરનાખ સિંહ, રૂખન શાહવાલા, ડો. ગુરનિરવેર સિંહ અને બબ્બર ખાલસા (પરમાર-કનાડ)ના પ્રોફેસર ગુરકાલ સિંહ પીએચડી તરીકે ઓળખાવનારાઓના નામ લખેલા છે. ઈ-મેલમાં ઈન્દોર શો દરમિયાન આઈઈડી બ્લાસ્ટ કરવાની વાત કહેવામાં આવી છે.

ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચના એડીસીપી રાજેશ દંડોતિયાએ જણાવ્યું કે, ઈન્દોરની ત્રણ શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે 15 નવેમ્બરના રોજ યોજાનાર દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં પોતાના બાળકોને ન મોકલો, કારણ કે ત્યાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. જોકે, દંડોતિયાએ સાવચેતીના ભાગરૂપે શાળાઓના નામ જણાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઈ-મેલની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande