રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને, વિદેશી ફંડિંગના મુદ્દે ચર્ચાનો પડકાર ફેંક્યો
નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર, દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના આંદોલનમાં વિદેશી હાથ હોવાની વાત કરનારા વડાપ્રધાન મોદી સાથે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને, વિદેશી ફંડિંગના મુદ્દે ચર્ચાનો પડકાર ફેંક્યો


નવી દિલ્હી, 02 નવેમ્બર (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર, દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના આંદોલનમાં વિદેશી હાથ હોવાની વાત કરનારા વડાપ્રધાન મોદી સાથે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ભાષણ સાથે જોડાયેલા એક સમાચાર શેર કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને આ મુદ્દે જૂઠું બોલવાનું બંધ કરવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી પોતે વિદેશી સહાયતાથી પદ પર પહોંચ્યા છે. તેમની પાર્ટી સાથે જોડાયેલા નાણાકીય તંત્રને વિદેશોથી નિયંત્રિત કરવામાં આવે છે.

રાહુલે કહ્યું, “હું તમને આ મુદ્દે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંકું છું. કોઈ પણ મંચ, કોઈ પણ સમયે. હિંમત હોય તો આવો. તમે નહીં આવો, કારણ કે જે હું તમારા વિશે જાણું છું તમે તેનાથી ડરો છો.”

ઉલ્લેખનીય છે કે, મોદીએ શનિવારે કહ્યું હતું કે, અફવાઓ ફેલાવવા અને ભારતની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેનો સામનો કરવો દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ભલે અમે દૂરના વિસ્તારોમાંથી નક્સલવાદને ખતમ કરી દીધો છે, પરંતુ 'દિમાગી નક્સલવાદ'નો ખતરો હજુ પણ યથાવત છે. દેશે આ દિમાગી નક્સલવાદીઓ સામે સતર્ક રહેવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande