ઓઢવમાં કેસર પંજાબ ઢાબામાંમાં ફૂડ પાર્સલ લેવા આવેલા ચાર શખ્સોનો આતંક
અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : શહેરમાં આજકાલ લોકોમાં ઓનલાઈન ખાવાનું પાર્સલ મંગવાવનું પ્રમાણ વધી ગયું છે, આવો જ એક ઢાબામાંમાં પાર્સલ લેવા આવેલા ચાર શખ્સોનો આતંકનો બનાવ ઓઢવમાં બન્યો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એસ.પી. રિંગ રોડ પરની કેસર પંજાબ ઢાબ
ઓઢવમાં કેસર પંજાબ ઢાબામાંમાં ફૂડ પાર્સલ લેવા આવેલા ચાર શખ્સોનો આતંક


અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : શહેરમાં આજકાલ લોકોમાં ઓનલાઈન ખાવાનું પાર્સલ મંગવાવનું પ્રમાણ વધી ગયું છે, આવો જ એક ઢાબામાંમાં પાર્સલ લેવા આવેલા ચાર શખ્સોનો આતંકનો બનાવ ઓઢવમાં બન્યો.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એસ.પી. રિંગ રોડ પરની કેસર પંજાબ ઢાબા હોટેલમાં પાર્સલ લેવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ શખ્સો અંદરોઅંદર ઝઘડતા હોટેલ માલિકે તેઓને છોડાવ્યા હતા.

જોકે, ચારેય શખ્સોએ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી તોડફોડ કરી હતી. જેથી ડરના માર્યા જમવા બેસેલા અન્ય લોકો પણ જમવાનું છોડીને ભાગ્યા હતા.

આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધીને ચારેયની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઓઢવમાં રહેતા પૂનમ પંચાલ રિંગરોડ પર કેસર પંજાબ ઢાબા નામની હોટેલનો ધંધો કરે છે. ગત 31 ઓક્ટોમ્બરે તે ઘરે હતા અને તેમનો પુત્ર આશિષ હોટેલ પર હતો. ત્યારે હોટેલ પર પાર્સલ લેવા આવેલા ચાર અજાણ્યા શખ્સો અંદરો-અંદર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. જેથી આશીષે વચ્ચે પડીને છૂટા પાડવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ તેમની સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ રાત્રે ફરીથી હોટેલ પર આવ્યા હતા અને આશીષને માર માર્યો હતો. આટલું જ નહીં હુમલાખોરોએ રોષે ભરાઈને હોટેલના ટેબલ અને ખુરશીઓ તોડી નાખી હતી.

આ ઉપરાંત હોટેલમાં રાખેલા છોડના કુંડામાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી ત્યાં જમવા બેસેલા લોકો ભયના કારણે જમવાનું છોડીને ભાગ્યા હતા. બાદમાં તમામ શખ્સો નાસી ગયા હતા.

આ અંગે ઓઢવ પીઆઈ પી.એન.ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે, ચારેય શખ્સો સામે ગુનો નોંધીને તમામની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande